Mumbai Rain: મુબઈમાં થયેલી દુર્ઘટનાને પગલે PM એ દુ:ખ વ્યકત કર્યું , મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની કરી જાહેરાત

મુંબઈમાં મેઘરાજાના તાંડવથી શહેરના અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. ત્યારે મંબઈમાં ચેમ્બુર અને વિક્રોલીમાં થયેલી દુર્ઘટનાને પગલે PMએ શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની જાહેરાત કરી છે.

Mumbai Rain: મુબઈમાં થયેલી દુર્ઘટનાને પગલે PM એ દુ:ખ વ્યકત કર્યું , મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની કરી જાહેરાત
pm narendra modi
| Edited By: | Updated on: Jul 18, 2021 | 1:31 PM

મુંબઈમાં ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે વરસાદથી શહેરના ચેમ્બુર અને વિક્રોલી વિસ્તારમાં થયેલી દુર્ઘટનામાં(Tragedy) અત્યાર સુધીમાં 19 લોકોનાં મોત થયા છે.

PM નરેન્દ્ર મોદીએ મુંબઈમાં(Mumbai) થયેલી આસમાની દુર્ઘટનાને પગલે દુ:ખ વ્યક્ત કર્યું છે. અને મૃતકોના પરિવારજનોને 2 લાખની  અને ઈજાગ્રસ્તોને 50 હજાર રુપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે,PMએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી (Prime Minister National Relief Fund)આર્થિક સહાયની જાહેરાત કરી છે.

 

 

આજે સવારે શહેરના ચેમ્બુર (Chambur)અને વિક્રોલ (Vikrol)વિસ્તારમાં  દિવાલ ધરાશાયી થતા 19 લોકોનાં મોત થયા છે.જ્યારે,કાળમાળમાં દબાયેલા લોકોને બચાવવા માટે રેસક્યુ શરૂ કરવામાં આવ્યું છે.

ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. ત્યારે આજે પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારે જો હજુ વરસાદ શરૂ રહેશે તો શહેરની સ્થિતિ વધારે વણસે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.

આ પણ વાંચો : Mumbai Rain Update: માયાનગરીને પાણી પહોંચાડતો વિહાર ડેમ થયો ઓવરફ્લો

આ પણ વાંચો : Mumbai Rain : મુંબઈમાં મુશ્કેલીનો મેઘ, અંધેરી પશ્વિમ વિસ્તારમાં લોકોના ઘરમાં ઘુસ્યા વરસાદી પાણી

 

Published On - 1:24 pm, Sun, 18 July 21