Mumbai- Pune હાઈવે પર ગંભીર અકસ્માત, પાંચ લોકોના ઘટના સ્થળે મોત થતા ચકચાર

|

Jan 30, 2022 | 1:45 PM

મુંબઈથી પૂણે જઈ રહેલી ફોર્ડ કાર એક કન્ટેનર સાથે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

Mumbai- Pune હાઈવે પર ગંભીર અકસ્માત, પાંચ લોકોના ઘટના સ્થળે મોત થતા ચકચાર
Car Accident in mumbai - pune highway (File Photo)

Follow us on

Mumbai-Pune Highway Accident:  પૂણે-મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક ભયાનક અકસ્માતમાં (Car Accident) 5 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ અકસ્માત માવલ તાલુકાના શિલાટણે ગામ પાસે કાર અને કન્ટેનર વચ્ચે થયો હતો. આ ગંભીર અકસ્માતને પગલે આસપાસના વિસ્તારોમાં હાલ ભયનો માહોલ છવાયો હતો. કાર અને કન્ટેનર વચ્ચેની અથડામણમાં કાર સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ મહારાષ્ટ્ર સુરક્ષા દળ, આઈઆરબી પેટ્રોલિંગ, પોલીસ (Mumbai Police) અને આસપાસના ગામના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

કન્ટેનર નીચે દટાયેલી કારને ઘટનાસ્થળેથી બહાર કાઢવામાં આવી હતી. બાદમાં ઘટનાસ્થળે મોત થયેલા પાંચેય લોકોના મૃતદેહોને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેના ધડાકા આસપાસના ગામોમાં પણ સંભળાયા હતા. આ ઘટનાને પગલે ગામલોકો પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

ડ્રાઈવરનું સંતુલન ખોરવાઈ જતા અકસ્માત

મળતી માહિતી અનુસાર આ ભયાનક અકસ્માત જૂના પૂણે-મુંબઈ હાઈવે પર શિલાટેન ગામ પાસે એક કાર અને કન્ટેનર વચ્ચે થયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મુંબઈથી પૂણે જઈ રહેલી આ ફોર્ડ કાર પૂરપાટ ઝડપે કન્ટેનર સાથે અથડાયું હતું. સ્પીડ વધુ હોવાને કારણે અચાનક કાર ચાલકનું સંતુલન બગડી ગયું હતું અને કાર ડિવાઈડર ઓળંગીને કન્ટેનરની નીચે ગરકાવ થઈ હતી. આ ભયાનક અકસ્માતને કારણે કારમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. સાથે જ કાર પણ ચકકનાચૂર થઈ હતી.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

ભયાનક અકસ્માતના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો

ઘટનાની જાણ થતાં જ મહારાષ્ટ્ર સિક્યોરિટી ફોર્સ, આઈઆરબી પેટ્રોલિંગ, પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બાદમાંકન્ટેનર નીચે દટાયેલી કાર અને તેમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ ભયાનક અકસ્માતને કારણે મુંબઈ તરફ જતો નેશનલ હાઈવે બ્લોક કરવામાં આવ્યો હતો. જેના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.

 

આ પણ વાંચો : Mumbai Local Mega Block: લોકલ ટ્રેનના મુસાફરો માટે મહત્વપૂર્ણ સમાચાર, જાણો સમગ્ર વિગતો

Next Article