Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ વીડિયો વાયરલ (Viral) થતાં જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક પોલીસની દબંગગીરીનો વીડિયો સામે આવ્યો છે. સામાન્ય રીતે પોલીસનું (Mumbai Police) કામ જનતાની સુરક્ષા કરવાનું છે. પોલીસ જનતા માટે દિવસ-રાત કામ કરે છે. પરંતુ કેટલાક પોલીસકર્મીઓની હરકતોથી સમગ્ર તંત્ર બદનામ થતુ જોવા મળે છે. પોલીસનું આવું જ એક શરમજનક કૃત્ય હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
વાયરલ થઈ રહેલો આ વીડિયો મુંબઈની એક રેસ્ટોરન્ટનો છે. જેમાં એક પોલીસકર્મી રેસ્ટોરન્ટના કેશ કાઉન્ટરમાં (Cashier) બેઠેલા વ્યક્તિને મારતો જોવા મળે છે. મળતા અહેવાલ અનુસાર પોલીસ આ હોટેલમાં ફ્રીમાં જમવા માટે આવ્યો હતો, પરંતુ બાદમાં કેશિયરે ના પાડતા પોલીસકર્મી ઉશ્કેરાયો અને આ વ્યક્તિને માર મારવા લાગ્યો. જેના દ્રશ્યો CCTV ફૂટેજમાં કેદ થયા હતા. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
જુઓ વીડિયો
#WatchVideo: #Mumbai cop hits hotel cashier on refusing free food
The #CCTV footage of the incident, which took place around 12.30 am, went viral on social media @MumbaiPolice #News #India #ViralVideo pic.twitter.com/fpznGbERgD
— Free Press Journal (@fpjindia) December 23, 2021
આ વીડિયોમાં પોલીસકર્મી પોતાની વર્દીનો ખોટો ફાયદો ઉઠાવતો જોવા મળી રહ્યો છે. આ CCTV ફૂટેજ વીડિયો યુઝર્સ શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યુ કે પોલીસે આ રીતે લોકોને હેરાન ન કરવા જોઈએ.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે પોલીસનું કામ રક્ષા કરવાનું છે, જો આવી ઘટનાઓ સામે આવતી રહેશે તો લોકોનો પોલીસ પરથી વિશ્વાસ ઉઠી જશે. તમને જણાવી દઈએ કે મુંબઈ પોલીસે પણ આ મામલાની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: કોરોનાનો કહેર યથાવત : મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે કોરોના કેસમાં ઉછાળો, તંત્રની વધી ચિંતા
આ પણ વાંચો: Mumbai : નવા વર્ષની ઉજવણી પર કોરોનાનુ ગ્રહણ, એક લેબમાં 12 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા તંત્ર એક્શનમાં