ડ્ર્ગ્સ કેસમાં બોલાવાતા ફિલ્મ કલાકારોની કારનો પીછો કરતી મીડિયાની કારને મુંબઈ પોલીસે આપી ચેતવણી

|

Sep 27, 2020 | 11:49 AM

ડ્રગ્સ કેસમાં જરૂરી પુછપરછ માટે બોલાવાતા ફિલ્મ કલાકારોની કારનો પીછો કરનાર મીડિયાકર્મીના વાહન સામે પગલા ભરવાની વાત મુંબઈ પોલીસે કરી હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવાયુ છે. સુશાંતસિહ રાજપૂત મૃત્યુ કેસની તપાસના પગલે બહાર આવેલ ડ્રગ્સ કેસમાં કેટલાક ફિલ્મ કલાકારોને નારકોટીક્સ કંટ્રોલ બ્યુરો પુછપરછ માટે બોલાવે છે. પુછપરછ માટે આવી રહેલા ફિલ્મ કલાકારોની કારનો કેટલાક મીડિયાની કાર […]

ડ્ર્ગ્સ કેસમાં બોલાવાતા ફિલ્મ કલાકારોની કારનો પીછો કરતી મીડિયાની કારને મુંબઈ પોલીસે આપી ચેતવણી

Follow us on

ડ્રગ્સ કેસમાં જરૂરી પુછપરછ માટે બોલાવાતા ફિલ્મ કલાકારોની કારનો પીછો કરનાર મીડિયાકર્મીના વાહન સામે પગલા ભરવાની વાત મુંબઈ પોલીસે કરી હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવાયુ છે.

સુશાંતસિહ રાજપૂત મૃત્યુ કેસની તપાસના પગલે બહાર આવેલ ડ્રગ્સ કેસમાં કેટલાક ફિલ્મ કલાકારોને નારકોટીક્સ કંટ્રોલ બ્યુરો પુછપરછ માટે બોલાવે છે. પુછપરછ માટે આવી રહેલા ફિલ્મ કલાકારોની કારનો કેટલાક મીડિયાની કાર દ્વારા પીછો કરવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે. જેને લઈને મુંબઈ પોલીસે ચેતવણી આપી છે. મુંબઈ પોલીસે કહ્યું છે કે, ફિલ્મ કલાકારોની કારનો પીછો કરીને મીડિયા કર્મીઓ તેમનો પોતાનો અને અન્યોનો જીવ જોખમમાં મુકી રહ્યાં છે.

હવે પછી ભયજનક રીતે ફિલ્મ કલાકારની કારનો પીછો કરનાર મીડિયાની કારને જપ્ત કરવામાં આવશે, અને કાર ચાલક વિરુધ્ધ ગુન્હો દાખલ કરીને કાનુની કાર્યવાહી કરાશે. શનિવારે એનસીબીએ, ડ્ર્ગ્સ મામલે, દિપીકા પાદુકોણ, શ્રધ્ધા કપુર અને સારા અલી ખાનને પુછપરછ માટે બોલ્યા હતા. તેમની પુછપરછ પૂરી થયા બાદ જ્યારે આ લોકો એનસીબીની ઓફિસથી જઈ રહ્યાં હતા ત્યારે, મીડિયા કર્મીઓ ફોટો કે વિડીયો લેવા તેમજ સવાલ પુછવા માટે જોખમભરી રીતે પીછો કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ પણ વાંચોઃગોધરાના પરવડી બાયપાસ હાઈવે ખાતે બસ પલટી, 35ને ઈજા, 7ને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article