Maharashtra: હેમંત નાગરેલની બદલીથી રાજકારણ ગરમાયુ, NCP નેતાએ કર્યો ચોંકાવનારો દાવો

|

Mar 01, 2022 | 4:33 PM

NCPના એક નેતાએ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, ભાજપના નેતાઓ સામે પગલાં લેવામાં નિષ્ક્રિયતા અને શિથિલતાને કારણે હેમંત નાગરેલની બદલી કરવામાં આવી છે.

Maharashtra: હેમંત નાગરેલની બદલીથી રાજકારણ ગરમાયુ, NCP નેતાએ કર્યો ચોંકાવનારો દાવો
Hemant nagrale transferred by maharashtra government

Follow us on

Maharashtra:  મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર હેમંત નાગરેલની (Hemant Nagrale) બદલી કરવામાં આવી છે. ગયા વર્ષે પરમબીર સિંહને (Parambir Singh) મુંબઈ પોલીસ કમિશનર પદ પરથી હટાવીને હેમંત નાગરલેને એન્ટીલિયા બોમ્બ બ્લાસ્ટ કેસને યોગ્ય રીતે હેન્ડલ કરવા મુંબઈ પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા.

એક વર્ષમાં જ તેને કેમ હટાવી દેવામાં આવ્યા?

જો કે એક વર્ષમાં જ તેને કેમ હટાવી દેવામાં આવ્યા? મુંબઈ પોલીસ કમિશનર તરીકે સંજય પાંડેની (Sanjay Pandey) ઉતાવળમાં નિમણૂક અને હેમંત નાગરલેને સાઈડ પોસ્ટિંગ આપવાના કારણો શું છે? ઘણા સવાલો હાલ સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ જે ઝડપે મહારાષ્ટ્રમાં એનસીપી અને શિવસેનાના નેતાઓ પર કકળાટ કરી રહી છે અને તેમના નવા કૌભાંડોનો પર્દાફાશ કરી રહી છે તેમજ મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારે એવી માગણી કરી રહી હતી કે મુંબઈ પોલીસ ભાજપના નેતાઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરે…પગલાં પણ લે.

હોદ્દાઓની અદલાબદલી કરવામાં આવી

હેમંત નાગરાલેને મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે સંજય પાંડે અત્યાર સુધી આ પદ સંભાળતા હતા. સંજય પાંડે પણ આ પોસ્ટને લઈને નારાજ હતા અને તેમણે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. હવે તેમને રાજ્યની પોલીસ ટીમના બીજા સૌથી મહત્વપૂર્ણ પદ એટલે કે મુંબઈ પોલીસ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સંજય પાંડેની જગ્યાએ હેમંત નાગરાલેને મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા નિગમના મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. એટલે કે હોદ્દાઓની અદલાબદલી કરવામાં આવી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

NCP નેતાનો ગંભીર આરોપ

NCPના એક નેતાએ અંગ્રેજી અખબાર ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ને આપેલા ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે ભાજપના નેતાઓ સામે પગલાં લેવામાં નિષ્ક્રિયતા અને શિથિલતાને કારણે હેમંત નાગરેલની બદલી થઈ હતી. હેમંત નાગરાલે 1987 બેચના IPS અધિકારી છે. પરમબીર સિંહ અને સચિન વાજેને કારણે ઠાકરે સરકારની પ્રતિષ્ઠા ઘટી રહી હતી, જેથી હેમંત નાગરાલેને મુંબઈ પોલીસ કમિશનરનો હવાલો આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : યુક્રેનથી 182 વિદ્યાર્થીઓને લઈ મુંબઈ પહોંચી ‘ઓપરેશન ગંગા’ની સાતમી ફ્લાઈટ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ એરપોર્ટ પહોંચી કર્યુ સ્વાગત

Published On - 4:32 pm, Tue, 1 March 22

Next Article