Maharashtra: વિદ્યાર્થીઓને ઉશ્કેરવાના આરોપમાં મુંબઈ પોલીસે ‘હિન્દુસ્તાની ભાઉ’ની કરી ધરપકડ

|

Feb 01, 2022 | 4:52 PM

મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં સોમવારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા લેવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.

Maharashtra: વિદ્યાર્થીઓને ઉશ્કેરવાના આરોપમાં મુંબઈ પોલીસે હિન્દુસ્તાની ભાઉની કરી ધરપકડ
mumbai police arrests Vikas Fhatak

Follow us on

Maharashtra: વિદ્યાર્થીઓને વિરોધ (Student Protest) કરવા માટે ઉશ્કેરવા બદલ ‘હિન્દુસ્તાની ભાઉ‘ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી છે. તમને જણાવવુ રહ્યું કે ધરપકડ પહેલા હિન્દુસ્તાની ભાઉએ જામીન માટે વકીલોની સલાહ પણ લીધી હતી. ગૃહમંત્રી દિલીપ વાલ્સે (Home Minister Dilip Walse) પાટીલે સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા.

મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં સોમવારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા લેવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ વિદ્યાર્થીઓએ મુંબઈના ધારાવી સ્થિત શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડના (Varsha Gaikwad)  બંગલાનો ઘેરાવ કર્યો હતો. સેંકડોની સંખ્યામાં એકઠા થયેલા વિદ્યાર્થીઓના ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

વિદ્યાર્થીઓ કેમ નારાજ છે?

રવિવારે શાળા શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે કહ્યું હતુ કે રાજ્યમાં ધોરણ 10માં અને 12માંની પરીક્ષાઓ સમયસર લેવામાં આવશે અને ઑફલાઈન કરવામાં આવશે. જેને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ પરીક્ષાનો સમય લંબાવીને ઓનલાઈન મોડ દ્વારા પરીક્ષા લેવાની માંગ કરી રહ્યા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

વિદ્યાર્થીઓના આંદોલન પર શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યું કે જે પણ માંગણીઓ છે તેના પર ચર્ચા થઈ શકે છે, આંદોલનની શું જરૂર છે? બીજી તરફ શિક્ષણ રાજ્ય મંત્રી બચ્ચુ કડુએ કહ્યું કે જાણ કર્યા વિના આંદોલન કરવું ખોટું છે. મળતી માહિતી મુજબ આ અંગે આજે એક મહત્વપૂર્ણ બેઠકમાં આ મુદ્દે વિચારણા કરવામાં આવશે.

વર્ષા ગાયકવાડ આજે આ મુદ્દે ચર્ચા કરશે

વિદ્યાર્થીઓના આ આંદોલન પછી વર્ષા ગાયકવાડે કહ્યું કે ‘વિદ્યાર્થીઓની બે અલગ-અલગ માંગણીઓ સામે આવી રહી છે. કેટલાક બાળકો પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે તો કેટલાક પરીક્ષા ઓનલાઈન લેવાની માંગ કરી રહ્યા છે. મહારાષ્ટ્રની ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે. જેના કારણે પરીક્ષા લેવામાં ઘણી અડચણો ઉભી થાય છે. 10મા અને 12માની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા 30 લાખથી વધુ છે. પરીક્ષા એક જ દિવસે સમગ્ર રાજ્યમાં એક જ સમયે લેવામાં આવે છે.

વિદ્યાર્થીઓ આદિવાસી ભાગોમાં અને દૂરના વિસ્તારોમાં પણ રહે છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે દૂર સુધી જવું ન પડે તે માટેના પ્રયાસો પણ ચાલુ છે. અમે પરીક્ષા વહેલી પૂર્ણ કરવા માંગીએ છીએ, જેથી આગળના વર્ગમાં પ્રવેશમાં કોઈ વિલંબ ન થાય. તેમને રસ્તા પર ઉતરવા માટે ઉશ્કેરવા યોગ્ય નથી. જો કોઈ સમસ્યા હોય તો અમે ચર્ચા માટે તૈયાર છીએ.

આ પણ વાંચો : Maharashtra Fire: મુંબઈના કંજુરમાર્ગ વિસ્તારમાં ઘાસના મેદાનમાં લાગી ભીષણ આગ, આજુબાજુ છવાયો ગાઢ કાળો ધુમાડો

Next Article