મહારાષ્ટ્રમા મુસીબત બન્યો વરસાદ, જળાશયોમાં ફેરવાયા માર્ગો, મુંબઈના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ, 65 લોકોના મોત

|

Jul 07, 2022 | 8:53 AM

રાજ્યના (Maharashtra Monsoon) સંવેદનશીલ વિસ્તારોમાંથી લગભગ 4500 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 1 જૂનથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં વરસાદના કારણે 65 લોકોના મોત થયા છે. જ્યારે, 57 લોકો ઘાયલ થયા છે.

મહારાષ્ટ્રમા મુસીબત બન્યો વરસાદ, જળાશયોમાં ફેરવાયા માર્ગો, મુંબઈના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ, 65 લોકોના મોત
Maharashtra Monsoon 2022 (Symbolic Image)

Follow us on

ભારે વરસાદ બાદ મહારાષ્ટ્રની (Maharashtra) હાલત ખરાબ થઈ ગઈ છે. ભારે વરસાદ (Heavy Rain) બાદ રાજધાની મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ​​મુંબઈ અને ઉપનગરોમાં મધ્યમથી ભારે અને કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાંથી લગભગ 4500 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 1 જૂનથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં વરસાદના કારણે 65 લોકોના મોત થયા છે. જ્યારે, 57 લોકો ઘાયલ થયા છે.

મુંબઈમાં અવિરત વરસાદને કારણે, હિંદમાતા, દાદર, સાયન અને અંધેરીના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે રાહદારીઓ અને વાહનોની અવરજવરમાં અસુવિધા થઈ હતી. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રેલ્વે ટ્રેક સહિત અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ટ્રેન સેવામાં વિલંબ થયો હતો. આ સાથે માર્ગો પર વાહનોની અવરજવરને પણ અસર થઈ હતી. IMDએ આગામી ચાર દિવસમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સીએમ શિંદેએ અધિકારીઓને સાવચેતી રાખવા સૂચના આપી

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે રાજ્યના વહીવટી અધિકારીઓને સાવચેતી રાખવા અને જાન-માલનું નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રી શિંદેએ કહ્યું કે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી સાડા ચાર હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

NDRFની 13 ટીમો તૈનાત, ઘણી ટીમો સ્ટેન્ડ બાય પર

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં, ખાસ કરીને કોંકણ વિસ્તારમાં વરસાદ ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે બચાવ એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે. બુધવારે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 13 ટીમો અને સ્ટેટ રિસ્પોન્સ ફોર્સની બે ટીમો 10 જિલ્લામાં તૈનાત કરવામાં આવી હતી, જ્યારે અન્ય નવ ટીમોને સ્ટેન્ડ-બાય રાખવામાં આવી હતી.

વહીવટીતંત્રે ડેમમાંથી પાણી છોડતા પહેલા લોકોને સાવધાન રહેવા પણ કહ્યું છે. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે ગુરુવાર અને શુક્રવારે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. શનિવારથી કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદના સંકેતો સાથે વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની ધારણા છે.

IMDએ દક્ષિણ કોંકણ ક્ષેત્ર માટે ઓરેંજ એલર્ટ જાહેર કર્યુ છે

IMD એ દક્ષિણ કોંકણ ક્ષેત્ર અને ગોવા માટે ઓરેંજ એલર્ટ અને ઉત્તર કોંકણ, ઉત્તર મધ્ય અને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડા પ્રદેશો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ ચાર રંગ આધારીત આગાહીઓ જાહેર કરે છે. ગ્રીન કલર એટલે કોઈ એલર્ટ નહીં, યલો કલર એટલે પરીસ્થિતી પર નજર રાખવી, ઓરેંજ કલર એટલે સાવધાન રહેવું, જ્યારે રેડ કલરનો અર્થ છે એલર્ટ અને આ સ્થિતિમાં પગલાં લેવાની જરૂર છે.

Published On - 8:51 am, Thu, 7 July 22

Next Article