Mumbai Local Train: CM ઉદ્ધવ ઠાકરેની મહત્વની જાહેરાત, મુંબઈમાં લોકલ ટ્રેન 15 ઓગસ્ટથી થશે શરૂ

મુંબઈમાં15 ઓગસ્ટથી મુસાફરો માટે લોકલ ટ્રેન શરૂ થશે. પરંતુ જે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે તેમને જ મુંબઈ લોકલમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.

Mumbai Local Train: CM ઉદ્ધવ ઠાકરેની મહત્વની જાહેરાત, મુંબઈમાં લોકલ ટ્રેન 15 ઓગસ્ટથી થશે શરૂ
mumbai local train will start from 15th august
| Edited By: | Updated on: Aug 09, 2021 | 9:10 AM

Mumbai Local Train: મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે સોશિયલ મિડીયાના (Social Media) માધ્યમ દ્વારા જનતા સાથે વાતચીત કરી હતી. આ સંવાદ દરમિયાન મુખ્યમંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, 15 ઓગસ્ટથી  મુસાફરો માટે મુંબઈ લોકલ ટ્રેન (Mumbai local Train) 15 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે. જે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે તેમને મુંબઈ સ્થાનિકમાં મંજૂરી આપવામાં આવશે.

જે લોકોએ વેક્સિનનાં બે ડોઝ (Vaccine Dose) લીધા છે તેઓ 15 ઓગસ્ટથી મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે.ઉપરાંત બીજો ડોઝ લીધા બાદ 14 દિવસમાં સ્થાનિક ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.

લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે ઓનલાઈન અને ઓફલાઈન (Online and offline) બંને રીતે પાસ મેળવી શકાશે.આપને જણાવવું રહ્યું કે, સરકારે આ માટે એક એપ તૈયાર કરી છે. આ એપ્લિકેશનમાં તમારે પાસ માટે અરજી કરવાની રહેશે અને જાણ કરવી પડશે કે વેક્સિનનાં બંને ડોઝ મેળવ્યા છે અને તમે મુસાફરી માટે પાત્રતા ધરાવો છો. આ સિવાય પાલિકાની વિભાગીય કચેરીમાં જઈને પણ આ પાસ મેળવી શકશો.આ પાસ લીધા બાદ જ લોકલ ટ્રેનમાં મુસાફરીની મંજૂરી (Approval) આપવામાં આવશે.

ટાસ્ક ફોર્સની બેઠકમાં હોટલ, મોલ, મંદિરો, ધાર્મિક સ્થળો અંગે લેવાશે નિર્ણય

લોકડાઉન સંબંધિત છૂટછાટ પર વાત કરતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) જણાવ્યું હતુ કે, “થોડા દિવસ પહેલા હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોએ સમય વધારવા માંગ કરી હતી.”આપને જણાવવું રહ્યું કે, ધંધાર્થીઓને સાંજે 4 વાગ્યા સુધી હોટલ અને રેસ્ટોરન્ટ ખોલવાની પરવાનગી આપવામાં આવી છે, તેના કારણે ધંધામાં નુકશાન થઈ રહ્યું છે.

જો કે મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે,આગામી 8-10 દિવસો માટે હોટલ અને રેસ્ટોરન્ટ માત્ર 4 વાગ્યા સુધી જ ખુલશે.બાદમાં હોમ ડિલિવરી કરી શકાશે. ઉપરાંત રાજ્યના તમામ મંદિર અને ધાર્મિક સ્થળો(Temple)  હાલ પુરતા બંધ રહેશે. તમામ તહેવારો, સામાજિક-સાંસ્કૃતિક-રાજકીય કાર્યક્રમોમાં પ્રતિબંધો યથાવત રહેશે. મુખ્યમંત્રીના (Chef Minister) જણાવ્યા અનુસાર, કોરોના ટાસ્ક ફોર્સના નિષ્ણાતો સાથે મહત્વની બેઠક બાદ પ્રતિબંધોમાં છુટછાટ અંગે નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો : Maharashtra: શું રાજ ઠાકરેની MNS સાથે ગઠબંધન કરવા જઈ રહી છે ભાજપ? પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યા સંકેત

આ પણ વાંચો : Maharashtra: કેન્દ્રએ 50 ટકા અનામત મર્યાદા દૂર કરવા માટે પહેલ કરવી જોઈએ: મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે