AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai News : હવે મુંબઈમાં મરાઠી વગર ધંધો મુશ્કેલ? BMCનો નવો આદેશ ચર્ચામાં

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની (BMC) દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓના અધિકારીઓ સાથેની બેઠક બાદ, મુંબઈના ડેપ્યુટી મેયરે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર મરાઠીમાં લખેલા સાઇનબોર્ડ ફરજિયાત છે. આનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Mumbai News : હવે મુંબઈમાં મરાઠી વગર ધંધો મુશ્કેલ? BMCનો નવો આદેશ ચર્ચામાં
Mumbai News
| Updated on: May 14, 2026 | 10:20 AM
Share

મુંબઈના ડેપ્યુટી મેયર સંજય ઘાડીએ દુકાનો અને અન્ય વ્યવસાયિક સંસ્થાઓ, જેમાં ફાઇવ સ્ટાર હોટલો અને સેલિબ્રિટી માલિકીની દુકાનો શામેલ છે તેમને ને એક મહિનાની અંદર દેવનાગરી લિપિ મરાઠીમાં લખેલા સાઇનબોર્ડ લગાવવાનો આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે જો આદેશનું પાલન નહીં કરવામાં આવે તો કાર્યવાહી કરવામાં આવશે અને “શિવસેના સ્ટાઇલ”માં જવાબ આપવામાં આવશે. ડેપ્યુટી મેયરે મુંબઈની તમામ દુકાનો, હોટલો અને ઓફિસોને એક મહિનાની અંદર મરાઠી સાઇનબોર્ડ લગાવવાનો આદેશ આપ્યો છે.

મરાઠીમાં સાઇનબોર્ડ ફરજિયાત

ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું કે મુંબઈમાં આશરે 9 લાખ દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓ છે. તેમાંથી 5020 એ હજુ સુધી મરાઠી સાઇનબોર્ડ લગાવ્યા નથી. PTI અનુસાર, સંજય ઘાડીએ કહ્યું, “ફાઇવ સ્ટાર હોટેલ હોય કે અન્ય કોઈ વ્યવસાયિક સંસ્થાઓ, મરાઠીમાં સાઇનબોર્ડ લગાવવા ફરજિયાત છે.” વધારામાં તેમણે ઉમેર્યું કે નિયમના પાલન માટે નિરીક્ષણ કરવામાં આવશે. જો એક મહિનાની અંદર સ્પષ્ટ દેખાતા મરાઠી સાઇનબોર્ડ નહીં લગાવવામાં આવે તો પક્ષપ્રમુખ અને મહારાષ્ટ્રના નાયબ મુખમંત્રી એકનાથ શિંદેના માર્ગદર્શન હેઠળ “શિવસેના સ્ટાઇલ”માં જવાબ આપવામાં આવશે.

શું છે નવો નિયમ?

બીએમસીના નવા આદેશ હેઠળ, તમામ વ્યાવસાયિક સંસ્થાઓએ દેવનાગરી લિપિનો ઉપયોગ કરીને તેમના નામ મરાઠીમાં લખવા ફરજિયાત છે. અધિકારીઓએ જણાવ્યું કે મરાઠીમાં લખાયેલા અક્ષરો સ્પષ્ટ દેખાવા જોઈએ અને અન્ય ભાષાના સાઇનબોર્ડ જેટલા જ મોટા હોવા જોઈએ. બીએમસીએ જણાવ્યું કે સમયમર્યાદા સમાપ્ત થયા પછી નિરીક્ષણ પણ કરવામાં આવશે.

આ નિયમ કોને લાગુ પડશે?

  • દુકાનો
  • રેસ્ટોરન્ટ અને હોટલ
  • કોર્પોરેટ ઓફિસો
  • વ્યાવસાયિક સંસ્થાઓ
  • રિટેલ આઉટલેટ્સ

આ પગલું શા માટે લેવામાં આવ્યું?

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પગલું મરાઠી ભાષાની ઓળખને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક ભાષામાં સાઇનબોર્ડ પ્રદર્શિત કરવા અંગે રાજ્યના હાલના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે છે. આ મુદ્દો ઘણીવાર મહારાષ્ટ્રમાં રાજકીય ચર્ચાનો વિષય રહ્યો છે. પ્રાદેશિક પક્ષોએ વારંવાર મરાઠી સાઇનબોર્ડ સંબંધિત નિયમોના કડક અમલીકરણની માંગણી કરી છે.

મહારાષ્ટ્ર સરકારે અગાઉ મ્યુનિસિપલ સંસ્થાઓને નિર્દેશ આપ્યો હતો કે તમામ સંસ્થાઓ તેમના નામ મુખ્ય રીતે મરાઠીમાં પ્રદર્શિત કરે. બીએમસી અધિકારીઓએ ચેતવણી આપી છે કે જે વ્યવસાયો આદેશની અવગણના કરશે તેમની દુકાન અને વ્યવસાયિક સંસ્થાને સંબંધિત મ્યુનિસિપલ નિયમો હેઠળ દંડ અથવા કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. જોકે, આનાથી એક નવો વિવાદ પણ ઉભો થયો છે.

આ પણ વાંચો, Gold-Silver Rate Today: આયાત ડ્યુટી વધતા જ દિલ્હીથી અમદાવાદ સુધી સોનાના ભાવમાં ભડકો, ચાંદી પણ થઈ મોંઘી

Follow Us
તમે રોમાંચક પરિસ્થિતિમાં રહેશો, પૈસાની ખૂબ જ જરૂર પડશે
તમે રોમાંચક પરિસ્થિતિમાં રહેશો, પૈસાની ખૂબ જ જરૂર પડશે
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
g clip-path="url(#clip0_868_265)">