Mumbai Fake Vaccination: હાઉસિંગ સોસાયટીમાં ફેક વેક્સિનેશન કેમ્પ મામલે છઠ્ઠી ધરપકડ, કોરોના સેન્ટરમા કામ કરતી મહિલા ઝડપાઈ

|

Jun 24, 2021 | 2:35 PM

Mumbai Fake Vaccination: મુંબઈમાં અત્યાર સુધીમાં ચાર નકલી વેક્સિનેશન કેમ્પની ફરિયાદ નોંધાઈ છે. મે મહિનામાં મુંબઇની કાંદિવલીમાં એક મહિલાની હાઉસિંગ સોસાયટીમાં ફેક રસીકરણ (Fake Vaccination) કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

Mumbai Fake Vaccination: હાઉસિંગ સોસાયટીમાં ફેક વેક્સિનેશન કેમ્પ મામલે છઠ્ઠી ધરપકડ, કોરોના સેન્ટરમા કામ કરતી મહિલા ઝડપાઈ
ફેક વેક્સિનેશન કેમ્પ મામલે મહિલાની કરવામાં આવી ધરપકડ

Follow us on

Mumbai Fake Vaccination: મે મહિનામાં મુંબઇની કાંદિવલીમાં એક મહિલાની હાઉસિંગ સોસાયટીમાં ફેક રસીકરણ (Fake Vaccination) કેસમાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ખુલાસો કર્યો છે કે પકડાયેલી મહિલા નકલી રસીકરણના કેસમાં અન્ય આરોપીઓને નકલી આઈડી કાર્ડ અને પ્રમાણપત્ર (Fake ID Card Or Certificate)આપતી હતી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલાની ઓળખ ગુડિયા યાદવ તરીકે થઈ છે. તે ગોરેગાંવમાં નેસ્કો જમ્બો કોરોના રસીકરણ સેન્ટરમાં કાર્યરત હતી. હાલ તો ગુડિયા યાદવ પોલીસની કસ્ટડીમાં છે. જણાવી દઈએ કે પોલીસે 30 મી મેના રોજ હીરાનંદાની હાઉસિંગ સોસાયટી (Heeranandani Housing Society)માં બનાવટી રીતે કોવિડ -19 રસીકરણ કેમ્પ યોજવા અને લોકો સાથે છેતરપિંડી કરવા બદલ ગુડિયા યાદવ સહિત છ લોકોની ધરપકડ કરી છે.

ગુડિયા પર નેસ્કો જમ્બો કોવિડ સેન્ટરના આઈડીનો ઉપયોગ કરીને બનાવટી પ્રમાણપત્રો બનાવવાનો આરોપ છે. મુંબઈની હીરાનંદાની સોસાયટીમાં 30 મેના રોજ રસીકરણ કેમ્પ યોજી 390 લોકોને નકલી રસી આપવામાં આવી હતી તેમાં રસીકરણના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ રસીકરણ શિબિરમાં રૂ 1260ના દરથી 5 લાખની વસૂલાત કરવામાં આવી છે. 30 મેના રોજ રસી લીધા પછી કોઈને મેસેજ મળ્યો નથી. જે હોસ્પિટલોના નામે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા તે પણ ખોટા હોવાનું બહાર આવ્યું હતું. હોસ્પિટલ દ્વારા જાણવા મળ્યું હતું કે, આ પ્રકારનો કોઈ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ના હતું.

વેક્સિનેશન શિબિરની સુવિધા ઉપલબ્ધ કરાવનારા વ્યક્તિએ તેનું નામ રાજેશ પાંડે જણાવ્યું હતું. રાજેશ, કોકિલાબેન અંબાણી હોસ્પિટલ સાથે સંબંધિત હોવાનું જણાવ્યું હતું. રાજેશ પાંડેએ સોસાયટી કમિટીના સભ્યોનો સંપર્ક કર્યો હતો. આ પછી સંજય ગુપ્તાએ અહીં એક કેમ્પ ગોઠવ્યો હતો અને મહેન્દ્રસિંહ નામના વ્યક્તિએ સોસાયટીના સભ્યો પાસેથી રોકડ રકમ એકઠી કરી હતી.

સોસાયટીના સભ્યની ફરિયાદના આધારે અત્યાર સુધી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ રસી કોઈ પણ ઓથોરિટીથી લાવવામાં આવી હતી કે રસીના નામે છેતરપિંડી કરવામાં આવી હતી. ચારેય આરોપીઓએ 9 સ્થળે ફેક વેક્સિનેશન કેમ્પ યોજ્યો હતો.

મુંબઈમાં અત્યાર સુધીમાં ચાર નકલી વેક્સિનેશન કેમ્પની ફરિયાદ નોંધાઈ છે. ફેક વેક્સિનેશન કેમ્પ મામલે પહેલી ફરિયાદ કાંદિવલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. બીજી ફરિયાદ વર્સોવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. તો ફેક વેક્સિનેશન કેમ્પ મામલે ત્રીજી ફરિયાદ ખાર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. હાલમાં જ ચોથી ફરિયાદ બોરીવલી પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી.

Next Article