Mumbai Drugs Seized: મુંબઈમાં 1 કરોડ 95 લાખનું ચરસ ઝડપાયું, એક આરોપીની ધરપકડ

મુંબઈના દહિસર ટોલ નાકા પાસે આ મોટી કાર્યવાહીમાં 6 કિલો 560 ગ્રામ ચરસ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલ ચરસની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1 કરોડ 95 લાખ છે.

Mumbai Drugs Seized: મુંબઈમાં 1 કરોડ 95 લાખનું ચરસ ઝડપાયું, એક આરોપીની ધરપકડ
Charas worth Rs 1 crore 95 lakh was seized in Mumbai
| Edited By: | Updated on: Mar 13, 2022 | 11:40 PM

મુંબઈની દહિસર પોલીસે (Mumbai Dahisar Police) ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત (Drugs seized) કર્યો છે. દહિસરના ટોલ નાકા પાસે આ મોટી કાર્યવાહીમાં 6 કિલો 560 ગ્રામ ચરસ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલ ચરસની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1 કરોડ 95 લાખ છે. પકડાયેલા આરોપીનું નામ વિજય ચૌહાણ છે. આરોપી વિજય ચૌહાણ ચરસ વેચવા માટે યુપીથી મુંબઈ આવ્યો હતો. મુંબઈ પોલીસને દહિસર નજીક ચરસ લાવનાર વ્યક્તિની સૂચના મળી હતી. પ્રાપ્ત માહિતીના આધારે પોલીસે આરોપીને દહિસર ચેક નાકા પાસે જાળ બિછાવીને પકડી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈને આ અંગે માહિતી આપતા ડીસીપી સોમનાથ ખરગેએ જણાવ્યું કે ગઈકાલે માહિતી મળી હતી કે એક વ્યક્તિ ડ્રગ્સ લઈને દહિસર આવવાનો છે. તેના આધારે કાર્યવાહી કરીને આરોપીને પકડવામાં સફળતા મળી છે. મુંબઈમાં આરોપી વિજય ચૌહાણ (32)નું ઠેકાણું મલાડના માલવાણીમાં છે. પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કોર્ટે આરોપીઓને 17 માર્ચ સુધી પોલીસ કસ્ટડી આપી છે.

મુંબઈ પોલીસે દહિસરમાંથી 1 કરોડ 95 લાખ રૂપિયાનું ચરસ જપ્ત કર્યું

ડ્રગ્સ પેડલર કાનપુરથી આવ્યો હતો, મુંબઈ પોલીસે કરી ધરપકડ

મુંબઈ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે કે તેની સાથે કેટલા લોકો જોડાયેલા છે. તે ચરસના વ્યવસાય સાથે ક્યારથી સંકળાયેલો છે? પોલીસ આ તમામ બાબતોની ઉંડાણ પૂર્વક તપાસ કરી રહી છે. હાલમાં પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી યુપીના કાનપુરથી મુંબઈમાં ચરસ વેચવા આવ્યો હતો અને મુંબઈના મલાડના માલવાણી વિસ્તારમાં રહેતો હતો.

ગાંજો અને ચરસ મુંબઈમાં વેચી રહ્યા છે તેઓ બેધડક

એક મહિના પહેલા પોલીસે મુંબઈના દહિસર વિસ્તારમાંથી બે ડ્રગ સ્મગલરની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ત્રણ કિલોથી વધુ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. અગાઉ વડાલા વિસ્તારમાં કાર્યવાહી કરતાં 39 લાખ 63 હજાર રૂપિયાનો ડ્રગ્સ ઝડપાયો હતો. આ કેસમાં મુંબઈ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 1 કિલો 321 ગ્રામ ચરસ જપ્ત કરવામાં આવ્યું હતું. ધરપકડ કરાયેલા આરોપીએમાંથી એક આરોપી સામે દસ કેસ નોંધાયેલા છે. આરોપીઓના નામ ઈકબાલ શેખ અને જહાંગીર ખાન છે.

આ પણ વાંચો :  પૂર્વ નેતાઓની સુરક્ષા હટાવવાના પંજાબ સરકારના નિર્ણયનું સ્વાગત, મહારાષ્ટ્રમાં પણ આવા નિર્ણય માટે કરવામાં આવે વિચાર, NCPના આ ધારાસભ્ય એ આપ્યુ નિવેદન