Corona Update : મુંબઈમાં કોરોનાનો ફફડાટ ! શહેરમાં કોરોનાના કેસ વધતા BMCએ 13 બિલ્ડીંગને કરી સીલ

|

Nov 21, 2021 | 3:58 PM

BMCના જણાવ્યા અનુસાર શહેરમાં સૌથી વધુ 314 એક્ટિવ કેસ અંધેરી પશ્ચિમમાં નોંધાયા છે. ઉપરાંત બાંદ્રામાં 214, અંધેરી પૂર્વમાં 196 અને બોરીવલીમાં 191 કેસ નોંધાતા હાલ તંત્ર હરકતમાં આવ્યુ છે.

Corona Update : મુંબઈમાં કોરોનાનો ફફડાટ ! શહેરમાં કોરોનાના કેસ વધતા BMCએ 13 બિલ્ડીંગને કરી સીલ
File Photo

Follow us on

Corona Update: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં (Mumbai) ફરી એકવાર કોરોનાએ (Covid 19) માથુ ઉંચક્યુ છે. દેશભરમાં આ દિવસોમાં કોરોના સંક્રમણના નવા કેસ થોડા ઓછા આવી રહ્યા છે, પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. મુંબઈના કેટલાક વિસ્તારોમાંથી કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Bombay Municipal Corporation) હરકતમાં આવ્યુ છે. કોરોના કેસમાં આંશિક વધારાને ધ્યાનમાં રાખીને તંત્રએ 13 ઈમારતને સીલ કરી દીધી હતી.

 

કોરોના કેસમાં આંશિક વધારો થતા તંત્ર હરકતમાં

અધિકારીઓના જણાવ્યા અનુસાર જો નિયંત્રણો નહીં લાદવામાં આવે તો કોરોનાના કેસ વધી શકે છે. શનિવારે મુંબઈમાંથી કોરોનાના કુલ 195 નવા કેસ નોંધાયા હતા. જ્યારે એક વ્યક્તિને કોરોનાને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. BMCના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન મુંબઈની હોસ્પિટલમાં સારવાર કરી રહેલા 350 કોરોના દર્દીઓને રજા આપવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

 

શનિવારે કોરોનાના 37,661 ટેસ્ટ (Corona Test) કરવામાં આવ્યા હતા. આ સાથે મુંબઈમાં અત્યાર સુધીમાં 1,21,08,846 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. હાલમાં અહીં રિકવરી રેટ 97 ટકા છે. બીજી તરફ પૂણેના ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોના સંક્રમણ વધતુ જોવા મળી રહ્યુ છે.

 

અંધેરી પશ્ચિમ કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં કોરોનાએ માથુ ઉંચક્યુ

મળતી માહિતી અનુસાર શહેરમાં સૌથી વધુ 314 સક્રિય કેસ અંધેરી પશ્ચિમમાં (Andheri West) નોંધાયા છે. તે બાદ બાંદ્રામાં 214, અંધેરી પૂર્વમાં 196 અને બોરીબલીમાં 191 કેસ સામે આવ્યા છે. હાલમાં મુંબઈમાં 13થી વધુ ઈમારતો સીલ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્થિતિ નિયંત્રણમાં છે. બીજી તરફ વધતા કેસોને કારણે લોકોને પણ કોરોના પ્રોટોકોલનું(Corona Protocol)  પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

 

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ

મહારાષ્ટ્રમાં શનિવારે કોરોના વાયરસના  833 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 15 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. નવા કેસ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 66,29,577 લોકોને કોરોનાએ ભરડામાં લીધા છે અને 1,40,722 લોકોના સંક્રમણને કારણે મૃત્યુ થયા છે.

 

આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 2,271 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 64,74,952 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે, હાલ 10,249 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. રાજ્યમાં કોવિડ-19માંથી રિકવરી રેટ 97.67 ટકા અને મૃત્યુ દર 2.12 ટકા છે.

 

આ પણ વાંચો: Farm Laws Withdrawn : આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારને સહાય કરવાની ઉઠી માંગ, આ સાંસદે મોદી સરકાર પર કર્યા પ્રહાર

 

આ પણ વાંચો: ડુંગળીના પાકમાં દેશી દારૂનો ઉપયોગ કેટલો અસરકારક! જાણો આ દેશી ઉપાયથી ફાયદો થાય છે કે નુકસાન?

Next Article