Mumbai Corona Update : મુંબઈમાં કોરોના ઓલટાઈમ હાઈ, 24 કલાકમાં નવા 11,163 કેસ, 25ના મૃત્યુ

|

Apr 04, 2021 | 10:11 PM

Mumbai Corona Update : મુંબઈમાં 4 એપ્રિલે કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ 11,163 દૈનિક કેસ નોંધાયા છે.

Mumbai Corona Update : મુંબઈમાં કોરોના ઓલટાઈમ હાઈ, 24 કલાકમાં નવા 11,163 કેસ, 25ના મૃત્યુ
ફાઈલ ફોટો

Follow us on

Mumbai Corona Update : દેશમાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં પણ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. મુંબઈમાં 4 એપ્રિલે કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ 11,163 દૈનિક કેસ નોંધાયા છે.

મુંબઈમાં 11,163 કેસ, 25ના મૃત્યુ
મહારાષ્ટ્રના મુંબઇમાં કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કોરોનો વાયરસના સૌથી વધુ નવા દૈનિક કેસો નોંધાયા છે.મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11,163 કેસો નોંધાયા અને આ 24 કલાકમાં કોરોનાના કારણે 25 દર્દીઓના મૃત્યુ થયા છે. મુંબઈમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 4,52,445 થઇ છે અને મૃત્યુઆંક વધીને 11,776 થયો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

5263 દર્દીઓ સાજા થયા
મુંબઈમાં 4 એપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 5263 દર્દીઓ કોરોનાથી મુક્ત થઇ સ્વસ્થ થયા છે. આ સાથે જ મુંબઈમાં અત્યાર સુધીમાં 3,71,628 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. મુંબઈમાં હાલ કોરોનાના એક્ટીવ કેસોની સંખ્યા 68,052 છે.

મુંબઈમાં ચાર નવા કોરોના હોટસ્પોટ્સ કયા છે?
મુંબઈમાં 4 નવા કોરોના હોટસ્પોટ્સ મળી આવ્યા છે. ગોરેગાંવ, બાંદ્રા પશ્ચિમ, અંધેરી પૂર્વ-પશ્ચિમ અને ચેમ્બુર જેવા નવા વિભાગો કોરોના હોટસ્પોટ્સ બની ગયા છે. આમાંના મોટા ભાગના સક્રિય દર્દીઓ અંધેરીમાં છે. શરૂઆતમાં, ચેમ્બુર, ગોવંડી અને બાંદ્રામાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો. હવે અંધેરીથી બોરીવલીના પશ્ચિમ પરામાં સક્રિય દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે.

દરરોજ 42 થી 45 હજાર કોરોના ટેસ્ટ
મુંબઇમાં દરરોજ આશરે 42,000 થી 45,000 કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. આજે સૌથી વધુ 51,319 ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. મુંબઈમાં દરરોજ સરેરાશ આઠથી નવ હજાર ચેપગ્રસ્ત દર્દીઓ નોંધાય છે. બીજી તરફ, મુંબઈમાં દર્દીઓની સંખ્યા બમણા થવાના દિવસો 42 થઇ ગયા છે.

મુંબઈમાં અત્યાર સુધીમાં 681 ઇમારતો સીલ કરી દેવામાં આવી છે
મુંબઈમાં પાંચથી વધુ કોરોનાના કેસો મળી આવે તો આખી બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવે છે. મુંબઈના વિવિધ વિસ્તારોમાં સૌથી વધુ 167 ઇમારતો અંધેરી પશ્ચિમમાં સીલ કરવામાં આવી છે. આ પછી પરેલમાં 83, ગ્રાન્ટ રોડ-મલબાર હિલમાં 79, ચેમ્બુર-ગોવંડી 59 અને બાયકુલા વિસ્તારમાં 57 બિલ્ડીંગો સીલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં મુંબઈમાં કુલ 681 બિલ્ડીંગો સીલ કરવામાં આવી છે.(Mumbai Corona Update)

Next Article