Ketaki Chitale: પોલીસ કસ્ટડીમાં મારપીટ સાથે મોલેસ્ટેશન પણ કરવામાં આવ્યું, જામીન પર છૂટ્યા બાદ છલકાયું કેતકીનું દર્દ

|

Jul 02, 2022 | 5:33 PM

વાતચીત દરમિયાન અભિનેત્રી કેતકીએ (Ketaki Chitale) જણાવ્યું કે મેં પુરા 41 દિવસ જેલમાં વિતાવ્યા છે. આ દરમિયાન પોલીસ કસ્ટડીમાં તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. અભિનેત્રીએ જણાવ્યું કે પોલીસ કસ્ટડીમાં તેની સાથે છેડતી પણ કરવામાં આવી હતી.

Ketaki Chitale: પોલીસ કસ્ટડીમાં મારપીટ સાથે મોલેસ્ટેશન પણ કરવામાં આવ્યું, જામીન પર છૂટ્યા બાદ છલકાયું કેતકીનું દર્દ
Marathi actress Ketaki Chitale (File Image)

Follow us on

મરાઠી ફિલ્મોની (Marathi Films) જાણીતી અભિનેત્રી કેતકી ચિતાલે છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચામાં છે. થોડા મહિનાઓ પહેલા, NCP ચીફ શરદ પવાર (Sharad Pawar) પર ટિપ્પણી કરતી વખતે, તેમણે તેમના પર વાંધાજનક પોસ્ટ લખી હતી, જે ખૂબ જ વાયરલ થઈ હતી. આ સંબંધમાં, આ માનહાનિની ​​પોસ્ટ વાયરલ થયા પછી, અભિનેત્રી કેતકી ચિતાલે (Ketaki Chitale) વિરુદ્ધ અનેક ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 15 મેના રોજ ધરપકડ બાદ 22 જૂને તેને જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી. જામીન પર છૂટ્યા બાદ કેતકી ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ દરમિયાન તેણે પોતાના પોલીસ કસ્ટડીમાં હોવા અંગે એક ઈન્ટરવ્યુમાં ઘણા ખુલાસા કર્યા છે.

ન્યૂઝ18 સાથેની વાતચીત દરમિયાન તેણે જેલમાં તેની સાથે કેવો વ્યવહાર થયો તેની પુરી આપવીતી જણાવી. અભિનેત્રીએ કહ્યું કે પોલીસકર્મીઓની હાજરીમાં કસ્ટડીમાં તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેણે મીડિયાને કહ્યું કે હું જામીન પર બહાર આવી છું. તેથી જ હું હસતી હસતી જેલમાંથી બહાર આવી છું. આગળની લડાઈ હજી પૂરી થઈ નથી, યુદ્ધ હજુ ચાલુ છે.

જણાવી દઈએ કે, કેતકી વિરુદ્ધ કુલ 22 કલમોમાં કેસ નોંધાયેલા છે. જેમાંથી તેને માત્ર એક જ કલમથી રાહત મળી છે. કેતકીએ છુટ્યા બાદ પોલીસ સુરક્ષા પર મોટા સવાલો ઉભા કર્યા છે અને કહ્યું છે કે પોલીસ હોવા છતા જેલમાં મારી સાથે માર-પીટ કરવામાં આવી છે. આ દરમિયાન કેતકીએ શરદ પવાર પરની પોતાની પોસ્ટ વિશે પણ વાત કરી. અભિનેત્રીએ કહ્યું કે પવાર પરની તેમની પોસ્ટનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

મારી પોસ્ટનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું

કેતકીએ વધુમાં કહ્યું કે મેં મારી પોસ્ટ દ્વારા કોઈનું અપમાન કર્યું નથી. અભિનેત્રીએ આગળ સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે જે લોકો મારી પોસ્ટનું ખોટું અર્થઘટન કરીને મારા પર આરોપ લગાવે છે, શું તેઓ માને છે કે શરદ પવાર આવા છે? જો તેઓ એવા નથી તો મારી સામે એફઆઈઆર શા માટે નોંધવામાં આવી?

કેતકી પોલીસ કસ્ટડીમાં હિંસાનો શિકાર બની હતી

વાતચીત દરમિયાન અભિનેત્રી કેતકીએ વધુમાં જણાવ્યું કે મેં પુરા 41 દિવસ જેલમાં વિતાવ્યા છે. આ દરમિયાન પોલીસ કસ્ટડીમાં તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. અભિનેત્રીએ જણાવ્યું કે પોલીસ કસ્ટડીમાં તેની સાથે છેડતી પણ કરવામાં આવી હતી. કેતકીને ગેરકાયદેસર રીતે ઘરમાંથી ઉઠાવવામાં આવી હતી, ત્યારબાદ તેને ધરપકડ વોરંટ અને નોટિસ વિના ગેરકાયદેસર રીતે જેલમાં ધકેલી દેવામાં આવી હતી.

પોલીસ કસ્ટડીમાં કેતકીને મોલેસ્ટ કરવામાં આવી હતી

પોતાને નિર્દોષ ગણાવતા અભિનેત્રીએ કહ્યું કે હું જાણું છું કે મેં કંઈપણ ગેરકાયદેસર કર્યું નથી. પોલીસ કસ્ટડીમાં તેની છેડતી પણ કરવામાં આવી હતી. NCP મહિલાઓ પર આરોપ લગાવતા કેતકીએ કહ્યું કે તેઓએ મને માર માર્યો. મારા પર ઝેરી કાળી શાહી ફેંકવામાં આવી હતી, જે ત્વચા માટે ખૂબ જ નુકસાનકારક હતી. એટલું જ નહીં, અભિનેત્રીએ ત્યાં સુધી કહ્યું કે આ દરમિયાન ઇંડા પણ ફેંકવામાં આવ્યા હતા. પરંતુ, પોલીસે મારા બચાવમાં કંઈ કર્યું નહીં.

Next Article