થાણે કોર્ટે અભિનેત્રી કેતકી ચિતાલેને 18 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી, NCP ચીફ શરદ પવાર પર વાંધાજનક પોસ્ટ ભારે પડી

થાણે કોર્ટે અભિનેત્રી કેતકી ચિતાલેને 18 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી, NCP ચીફ શરદ પવાર પર વાંધાજનક પોસ્ટ ભારે પડી
Marathi actress Ketki Chitale & NCP chief Sharad Pawar
Image Credit source: Tv9 Network

થાણે કોર્ટે (Thane Court) મરાઠી અભિનેત્રી કેતકી ચિતાલેને (Actress Ketaki Chitale) 18 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી છે. કેતકી ચિતાલેએ શરદ પવાર (NCP Sharad Pawar) પર વાંધાજનક ફેસબુક પોસ્ટ કરી હતી.

TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

May 15, 2022 | 4:59 PM

મરાઠી અભિનેત્રી કેતકી ચિતાલેને (Actress Ketaki Chitale) એનસીપી પ્રમુખ શરદ પવાર (NCP Sharad Pawar) પર વાંધાજનક ફેસબુક પોસ્ટ કરવી મોંઘી પડી છે. થાણે કોર્ટે (Thane Court) તેને 18 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધી છે. શનિવારે સાંજે થાણે પોલીસે કેતકી ચિતાલેની અટકાયત કરી હતી. આજે (15 મે, રવિવાર) કેતકી ચિતાલેને કોર્ટમાં હાજર કરવામાં આવી હતી. આજની સુનાવણીમાં ખાસ વાત એ હતી કે અભિનેત્રી કેતકી ચિતાલેએ પોતે પોતાની તરફેણમાં પોતાની દલીલો રજૂ કરી હતી. અભિનેત્રી વતી દલીલ કરવા માટે કોઈ વકીલને રાખવામાં આવ્યો ન હતો. કેતકીએ પોતે જ દલીલ કરવાનું નક્કી કર્યું. સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે કેતકી ચિતાલેને 18 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધી છે.

શરદ પવાર પર વાંધાજનક પોસ્ટ બાદ કેતકી ચિતાલેની મુશ્કેલીઓ વધી ગઈ છે. અત્યાર સુધી મુંબઈ, થાણે, પુણે સહિત મહારાષ્ટ્રના અલગ-અલગ સ્થળોએ તેની વિરુદ્ધ કેસ નોંધાયા છે. થાણે પછી મુંબઈના અંધેરી પવઈ પોલીસ સ્ટેશનમાં અભિનેત્રી વિરુદ્ધ નોંધાયેલા કેસમાં આઈપીસીની 153 એ, 500, 501 અને 505 જેવી કલમો લગાવવામાં આવી છે. કેતકી ચિતાલેએ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા દરેક ભારતીય નાગરિકની જેમ મને લાગુ નથી પડતી? હું કોઈ રાજકીય વ્યક્તિ નથી. તેથી, આ પોસ્ટ અંગે મારા હેતુ પર પ્રશ્ન કરી શકાય નહીં. મેં આ કોઈ રાજકીય હેતુ માટે પોસ્ટ કર્યું નથી.

શરદ પવાર વિરુદ્ધ ફેસબુકમાં લખ્યું, અભિનેત્રી કેતકી ચિતાલેને પોલીસ કસ્ટડીમાં મોકલી

‘કેતકી ચિતાલેને કરાવશે મહારાષ્ટ્ર દર્શન! NCP કાર્યકરોનું ઉગ્ર પ્રદર્શન

ગઈકાલે જ્યારે કેતકી ચિતાલેને થાણેના કલંબોલી પોલીસ સ્ટેશનમાંથી પૂછપરછ કરીને બહાર લાવવામાં આવી રહી હતી ત્યારે બહાર ઉભેલી એનસીપી યુવા પાંખની મહિલા કાર્યકરોએ ‘કેતકી હાય-હાય’ના નારા લગાવતા તેના પર કાળી શાહી ફેંકી હતી અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આજે પણ કોર્ટમાં સુનાવણી દરમિયાન એનસીપીના કાર્યકરો બહાર એકઠા થયા હતા અને કેતકી ચિતાલે વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. NCP કાર્યકર્તાઓનું કહેવું છે કે તેઓ સમગ્ર મહારાષ્ટ્રમાં એટલી બધી જગ્યાએ કેસ નોંધાવશે કે કેતકી ચિતાલેને સારી રીતે મહારાષ્ટ્ર દર્શન થઈ જશે. સોલાપુર અને બીડમાં પણ NCP કાર્યકર્તાઓએ કેતકી ચિતાલેની તસવીરો પર ચપ્પલ અને જૂતાનો વરસાદ કર્યો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati