Maratha Reservation : સુપ્રિમ કોર્ટનો રાજ્યોને સવાલ, શું 50 ટકાથી વધારે અનામત આપી શકાય

|

Mar 08, 2021 | 2:18 PM

Maratha Reservation :  મરાઠા અનામત કેસો અંગે Supreme Court માં સુનાવણી શરૂ થઈ હતી. સોમવારે આ મુદ્દો સાંભળીને તમામ રાજ્યોને Supreme Court એ  નોટિસ ફટકારી  છે અને પૂછવામાં આવ્યું છે કે શું અનામતની મર્યાદા 50 ટકાથી વધુ વધારી શકાય છે? આ સુનવણી 15 માર્ચ સુધી મુલતવી રાખવામાં આવી છે.

Maratha Reservation : સુપ્રિમ કોર્ટનો રાજ્યોને સવાલ, શું 50 ટકાથી વધારે અનામત આપી શકાય
Supreme Court

Follow us on

Maratha Reservation :  મરાઠા અનામત કેસો અંગે Supreme Court માં સુનાવણી શરૂ થઈ હતી. સોમવારે આ મુદ્દો સાંભળીને તમામ રાજ્યોને Supreme Court એ  નોટિસ ફટકારી  છે અને પૂછવામાં આવ્યું છે કે શું અનામતની મર્યાદા 50 ટકાથી વધુ વધારી શકાય છે? આ સુનવણી 15 માર્ચ સુધી મુલતવી રાખવામાં આવી છે. આ સુનવણીમાં સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે અનામતના મુદ્દે તમામ રાજ્યોની વાત સાંભળવી જરૂરી છે.

આ સુનવણી દરમિયાન સિનિયર એડવોકેટ મુકુલ રોહતગીએ કહ્યું કે આ કેસમાં કલમ 342 એનું અર્થઘટન પણ સામેલ છે, જે તમામ રાજ્યોને અસર કરશે. તેથી બધા રાજ્યોએ પણ સાંભળવા જોઈએ. તેની માટે એક અરજી પણ કરવામાં આવી છે. રોહતગીએ કહ્યું કે, બધા રાજ્યોની વાત સાંભળ્યા વિના આ મામલે નિર્ણય ન લેવો જોઈએ.

મહારાષ્ટ્ર સરકાર ઘણા સમયથી મરાઠાઓને અનામત આપવાની વાત કહી છે. જેની બાદ 2018 માં રાજ્ય સરકારે શિક્ષણ અને નોકરીમાં 16 ટકા અનામત આપવા માટે કાયદો ઘડ્યો.તેની બાદ આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો. જ્યાં તેના એક ચુકાદામાં કોર્ટે તેની અનામતની ટકાવારી ઘટાડી દીધી હતી. તેની બાદ આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

Supreme Court  એ  9 સપ્ટેમ્બરના વચગાળાના આદેશમાં કહ્યું છે કે વર્ષ 2020-2021માં નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ દરમિયાન મરાઠા અનામતનો લાભ લેવામાં આવશે નહીં. ત્રણ જજોની ખંડપીઠે આ મામલાને વિચારણા માટે લાર્જર બેંચ સમક્ષ મોકલ્યો છે. કોર્ટે કહ્યું કે આ બેંચ મરાઠા અનામતની કાયદેસરતા પર વિચાર કરશે. જેની બાદ હવે પાંચ જજોની ખંડપીઠ આ મામલે સુનવણી કરી રહી છે.

Next Article