મરાઠા આરક્ષણ આંદોલન :’લિવર અને કિડનીમાં સોજો’ ઉપવાસ ખતમ કર્યા બાદ મનોજ જરાંગેની તબિયત લથડી
કાર્યકર્તા મનોજ જરાંગે અનામતની માંગને લઈને નવ દિવસથી ભૂખ હડતાળ પર હતા. પરંતુ ગુરુવારે તેમણે ઉપવાસ તોડી નાખ્યો હતો. આટલા લાંબા સમયથી ઉપવાસ કરવાને કારણે જરાંગેની તબિયત ખરાબ થઇ ગઇ છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણને લઈને હિંસાના અનેક સમાચાર સામે આવ્યા. કાર્યકર્તા મનોજ જરાંગે અનામતની માગને લઈને નવ દિવસથી ભૂખ હડતાળ પર હતા. પરંતુ ગુરુવારે તેમણે ઉપવાસ તોડી નાખ્યો હતો. આટલા લાંબા સમયથી ઉપવાસ કરવાને કારણે જરાંગેની તબિયત ખરાબ થઇ ગઇ છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરોનું કહેવું છે કે જરાંગેના લિવર અને કિડનીમાં સોજો છે.
એ બાબત મહત્વની છે કે મનોજ જરાંગે પાટિલ મહારાષ્ટ્રના રાજકારણમાં મજબૂત પકડ ધરાવે છે. તેમણે દેશના અનેક મહત્વપૂર્ણ આંદોલનોમાં સક્રિય ભાગ લીધો છે. ભૂખ હડતાલને કારણે તેમની તબિયત પર અસર થઇ હતી. તબીબોએ જણાવ્યું હતું કે તેમની તબિયત સ્થિર થતા થોડો સમય લાગશે. તેમને સ્વસ્થ થવામાં સમય લાગશે. જરાંગે હાલમાં મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના ઉલ્કનગરીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
લિવર અને કિડની પર સોજો
હૉસ્પિટલના એક વરિષ્ઠ ડૉક્ટરે જણાવ્યું હતું કે ડિહાઇડ્રેશનને કારણે તેમની કિડની અને લિવરમાં આ સોજો આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે તેના યુરિયા અને ક્રિએટિનાઇનનું સ્તર વધી ગયું છે.
મીડિયા સાથે થઇ વાતચીત
દરમિયાન, જરાંગે હોસ્પિટલમાં રહીને મીડિયા સાથે વાત કરી હતી. તેમણે શિવસેના (UBT) નેતા સંજય રાઉતના નિવેદન પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. રાઉતે કહ્યું હતું કે જરાંગે સરકારને 24 ડિસેમ્બરની સમયમર્યાદા આપી હતી કારણ કે તેઓ જાણતા હતા કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં વર્તમાન સરકાર 30 ડિસેમ્બર સુધી ચાલશે નહીં.
