Maharashtra : કોરોનાથી બચવા માટે એકમાત્ર રામબાણ ઈલાજ વેક્સિનને જ માનવામાં આવે છે, સરકાર દ્વારા પણ વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા માટે ઘણા અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે,બીજી બાજુ લોકો પણ વેક્સિન લેવા માટે આગળ આવી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે મહારાષ્ટ્રના થાણેમાં (Thane District) એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિને કોરોના વેક્સિન (Vaccine)આપવાને બદલે નર્સે ભૂલથી હડકવાની રસી આપી દે છે.
નર્સે ભુલથી કોરોના વેક્સિન આપવાને બદલે આપી હડકવા રસી !
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક ઘટના પ્રકાશમાં આવી છે,જેમાં એક મેડિકલ સેન્ટરમાં એક વ્યક્તિને કોવિડ -19 રસીને બદલે હડકવા વિરોધી રસી આપવામાં આવી હતી, જો કે આ ઘટના બાદ આ મેડિકલ સેન્ટરના (Medical center) એક તબીબ અને એક નર્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને આ ઘટના અંગે શું કહ્યુ ?
મળતી માહિતી મુજબ,આ વ્યક્તિનું નામ રાજકુમાર યાદવ છે અને તે થાણેનો રહેવાસી છે.થાણેના કાલવા વિસ્તારમાં આવેલા એક મેડિકલ સેન્ટરમાં આ વ્યક્તિ વેક્સિન લેવા માટે ગયો હતો.પરંતુ નર્સ ભુલથી કોરોના વેક્સિનને બદલે હડકવા વિરોધી રસી આપી દીધી.થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (Thane Municipal Corporation) ના પ્રવક્તાએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે,આ વ્યક્તિ ખોટી કતારમાં ઉભો હતો,જેને કારણે તેને કોરોના વેક્સિનને બદલે ભુલથી હડકવા રસી આપવામાં આવી.અધિકારીના જણાવ્યા અનુસાર,” આ વ્યક્તિને હડકવા રસી વિશે જાણ થતા તે ગભરાઈ ગયો હતો,પરંતુ હાલ આ વ્યક્તિની હાલત સ્થિર છે.”
મેડિકલ સેન્ટરના પ્રભારી મહિલા ડોક્ટર અને નર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા
બાદમાં આ વ્યક્તિએ સત્તાવાળાઓને આ મેડિકલ સેન્ટર અંગે ફરિયાદ કરી હતી,જેમાં પ્રાથમિક તપાસના આધારે મેડિકલ સેન્ટરના પ્રભારી મહિલા ડોક્ટર (Doctor) અને નર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.તમને જણાવી દઈએ કે,શહેરના કાલવાની (Kalwa Area) ઝૂંપડપટ્ટી વસાહતમાં સ્થિત આ મેડિકલ સેન્ટર આસપાસના વિસ્તારના લોકોને વિવિધ રોગોની રસી પૂરી પાડે છે.
આ પણ વાંચો: Maharashtra Rain: યવતમાલમાં જોત-જોતામાં બસ થઈ પાણીમાં થઈ ગરકાવ, 6માંથી 2ને બચાવાયા, જુઓ Viral Video
આ પણ વાંચો: સચિન વાજેને નહીં મળે હોસ્પિટલમાંથી રજા, કોર્ટે કહ્યું ‘હાઉસ અરેસ્ટ પર ફેંસલો આવ્યા બાદ જ મળશે ડીસ્ચાર્જ’
Published On - 12:33 pm, Wed, 29 September 21