Maharashtra : આગામી લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષ એક્શનમાં, મમતા બેનર્જીએ શિવસેના નેતાઓ સાથે કરી મુલાકાત

|

Dec 01, 2021 | 7:06 AM

આ બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવે છે કે બંગાળ અને મહારાષ્ટ્ર એવા રાજ્યો નથી કે જે બીજેપી સામે ઝૂકી જાય. જો કે આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતુ કે,આ બેઠકમાં રાજકીય ચર્ચા કરવામાં આવી નથી.

Maharashtra : આગામી લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષ એક્શનમાં, મમતા બેનર્જીએ શિવસેના નેતાઓ સાથે કરી મુલાકાત
File Photo

Follow us on

Maharashtra : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) મુંબઈની ત્રણ દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેઓએ મંગળવાર સાંજે શિવસેનાના નેતા અને પ્રવાસન મંત્રી આદિત્ય ઠાકરે તેમજ શિવસેના સાંસદ સંજય રાઉત(Sanjay Raut) સાથે બેઠક કરી હતી. મળતા અહેવાલ અનુસાર બુધવારે તેઓ NCP વડા શરદ પવારને (Sharad Pawar) મળશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ મમતા મુંબઈની મુલાકાતે છે.

બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી

મમતા બેનર્જીની આ મુલાકાતમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવાનો કાર્યક્રમ પણ નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ મુખ્યમંત્રીની (Cm Uddhav Thackeray) ખરાબ તબિયત અને હોસ્પિટલમાં દાખલ થવાને કારણે તેને રદ્દ કરવો પડ્યો હતો.તમને જણાવી દઈએ કે, આ બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવે છે કે બંગાળ(West Bengal)  અને મહારાષ્ટ્ર(Maharashtra)  એવા રાજ્યો નથી જે બીજેપી સામે ઝૂકી જાય.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

જો કે આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતુ કે,મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે તેઓ અંગત સંબંધ ધરાવે છે, તેથી તેઓ તેમના પિતા વતી મમતા દીદીને મળવા પહોંચ્યા હતા. મમતા બેનર્જીના કાર્યક્રમમાં એનસીપીના નેતાઓને મળવાનું પણ નિશ્ચિત છે,જો કે કોંગ્રેસના કોઈ નેતાને મળવાનો તેઓનો કોઈ પ્લાન નથી.

ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ પરંતુ રાજકીય નહીં : આદિત્ય ઠાકરે

મમતા બેનર્જીને મળ્યા બાદ આદિત્ય ઠાકરે(Aditya Thackeray) એ કહ્યું કે, ” મમતા દીદી સાથે અમારો અંગત સંબધ છે. તેથી તેઓ મુંબઈ આવ્યા ત્યારે તેનું સ્વાગત કરવું સ્વાભાવિક હતું. બે-ત્રણ વર્ષ પહેલાં જ્યારે તે મુંબઈ આવ્યા હતા, ત્યારે હું તેને ઉદ્ધવ ઠાકરે સાથે મળ્યો હતો, ઉદ્ધવ ઠાકરે અને મમતા દીદી વચ્ચે હંમેશા સુમેળ રહ્યો છે. પછી ભલે તે કોવિડનો સમયગાળો હોય કે પછી રાજકારણ સાથે જોડાયેલો મામલો હોય. અમે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. પરંતુ ઔપચારિક ચર્ચા થઈ હતી, કોઈ રાજકીય ચર્ચા નથી.”

આજે NCP વડા શરદ પવારને મળશે મમતા દીદી

મમતા બેનર્જી બુધવારે તેઓ NCP પ્રમુખ શરદ પવારને મળશે. આ અંગે તેણે જણાવ્યુ હતુ કે, હું જે સંદેશ આપવા માંગુ છું તે આપીશ. મુંબઈ આવવું અને ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારના ઘરે ન જવું, આવું ન થઈ શકે. હું બુધવારે શરદ પવારના ઘરે જઈશ.” તેમણે કોંગ્રેસનો ઉલ્લેખ પણ કર્યો ન હતો.

 

આ પણ વાંચો : Mumbai: CM મમતા બેનર્જીએ સિદ્ધિવિનાયક મંદિરમાં કરી પુજા-અર્ચના, શહીદ તુકારામ મેમોરીયલ પર આપી શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો : Mumbai: એન્ટિલિયા કેસમાં નવાબ મલિકે કર્યો ઘટસ્ફોટ, પરમબીર સિંહ અને સચિન વાજેનો હતો એન્કાઉન્ટર કરવાનો ખતરનાક પ્લાન

Published On - 7:05 am, Wed, 1 December 21

Next Article