Malegaon Blast Case: કોર્ટમાં વધુ એક સાક્ષીએ નિવેદનથી કરી પીછેહઠ, મહારાષ્ટ્ર ATS પર લગાવ્યો આ ગંભીર આરોપ

|

Feb 03, 2022 | 5:01 PM

માલેગાંવ વિસ્ફોટ કેસમાં વર્તમાન લોકસભા સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, સુધાકર દ્વિવેદી, નિવૃત્ત મેજર રમેશ ઉપાધ્યાય, અજય રહીરકર, સુધાકર ચતુર્વેદી અને સમીર કુલકર્ણીના નામ બહાર આવ્યા હતા. હાલ આ તમામ લોકો જામીન પર બહાર છે.

Malegaon Blast Case:  કોર્ટમાં વધુ એક સાક્ષીએ નિવેદનથી કરી પીછેહઠ, મહારાષ્ટ્ર ATS પર લગાવ્યો આ ગંભીર આરોપ
Malegaon blast (File Photo)

Follow us on

Malegaon Blast Case:  2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં અન્ય એક સાક્ષીએ કોર્ટમાં પોતાના નિવેદનથી પીછેહટ કરી છે. તમને જણાવી દઈએ કે, આ કેસમાં તે 17મો સાક્ષી છે. જેઓ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં (Malegaon Blast)જુબાની આપતા પોતાના નિવેદનથી ફરી ગયા છે. એટલું જ નહીં આ સાક્ષીએ મહારાષ્ટ્ર ATS (Maharashtra ATS) પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે. સાક્ષીએ આરોપ લગાવ્યો હતો કે ATSએ તેને ત્રણ-ચાર દિવસ સુધી તેને બંધક બનાવી રાખ્યો હતો અને RSS નેતાઓના નામ આપવા માટે તેના પર દબાણ કર્યું હતુ.

ઉલ્લેખનીય છે કે, અગાઉ 16 સાક્ષીઓ તેમના નિવેદનોથી વિરુદ્ધ થઈ ગયા છે. જ્યારે 15મા સાક્ષીએ પોતાના નિવેદનથી પલટાઈને કોર્ટમાં ATS પર આરોપ લગાવીને કહ્યુ હતુ કે ATSએ આ કેસમાં યોગી આદિત્યનાથનું (Yogi Adityanath)  નામ લેવા માટે તેના પર દબાણ કર્યું હતુ.

મારા પર દબાણ કરવામાં આવ્યુ : સાક્ષી

સાક્ષીએ કોર્ટમાં જુબાની આપી હતી કે જ્યારે તે કેસની તપાસ કરી રહી હતી ત્યારે ATS દ્વારા તેનું નિવેદન નોંધવામાં આવ્યુ હતુ, પરંતુ બાદમાં NIA એ કેસની તપાસ સંભાળી હતી. સાક્ષીએ તેની જુબાની દરમિયાન કોર્ટને જણાવ્યુ કે ATSએ તેને ત્રણ-ચાર દિવસ સુધી બંધક બનાવી રાખ્યો અને RSS નેતાઓના નામ આપવા માટે દબાણ કર્યું.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

કેસમાં 220ની જુબાની લેવામાં આવી હતી

આ કેસમાં 220 લોકોની જુબાની લેવામાં આવી હતી. જેમાંથી અત્યાર સુધીમાં 17 લોકો પોતાના નિવેદનથી પલટી ગયા છે. તમને જણાવી દઈએ કે, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ જ્યારે 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસની તપાસ કરી રહ્યા હતા ત્યારે ATSના એડિશનલ કમિશનર હતા. ત્યારે પરમબીર સિંહ હાલમાં ખંડણી સહિતના અનેક કેસનો સામનો કરી રહ્યા છે.

મસ્જીદ પાસે પાર્ક કરેલી બાઇકમાં મૂકવામાં આવ્યો હતો બોમ્બ

29 સપ્ટેમ્બર 2008 ના રોજ નાસિકના માલેગાંવ શહેરમાં એક મસ્જિદ પાસે પાર્ક કરેલી મોટરસાઇકલ પર મૂકવામાં આવેલ બોમ્બ વિસ્ફોટ થતાં છ લોકો માર્યા ગયા અને 100 ઘાયલ થયા હતા. આ ઘટનામાં વર્તમાન લોકસભા સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, સુધાકર દ્વિવેદી, નિવૃત્ત મેજર રમેશ ઉપાધ્યાય, અજય રહીરકર, સુધાકર ચતુર્વેદી અને સમીર કુલકર્ણીના નામ સામે આવ્યા હતા. હાલ આ તમામ લોકો જામીન પર બહાર છે.

આ પણ વાંચો : Maharashtra: ‘સચિન વાજે પર નિવેદન બદલવા દબાણ’, પરમબીર સિંહે અનિલ દેશમુખ પર લગાવ્યો ગંભીર આરોપ

Next Article