Maharashtra : છેલ્લા કેટલાક મહિનાઓથી મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ઘટતુ જોવા મળી રહ્યુ હતુ, જેને કારણે રાજ્યમાં પ્રતિબંધો (Corona Guidelines) પણ હળવા કરવામાં આવ્યા હતા. પરંતુ ફરી એકવાર કોરોનાએ રાજ્યમાં માથુ ઉંચક્યુ છે. મંગળવારે કોરોના કેસનો આંકડો 2000ને પાર પહોંચી ગયો છે. બોલુવડ સેલેબ્સ બાદ હવે રાજકારણીઓ (Politician) પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. NCP સાંસદ સુપ્રીયા સૂલે (Supriya Sule) અને તેના પતિ કોરોના સંક્રમિત થયા છે. સાંસદે સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી છે. સાથે જે સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા પણ અપીલ કરી છે.
Maharashtra | NCP MP Supriya Sule and her husband tested positive for Covid-19. pic.twitter.com/gTjW5NuwXC
— ANI (@ANI) December 29, 2021
મહારાષ્ટ્રમાં કોરોનાએ માથુ ઉંચક્યુ
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સંક્રમિત લોકોની સંખ્યા ઘટી રહી છે. રાજ્ય સરકારે (Maharashtra Government) ઘટતા કેસને ધ્યાનમાં રાખીને પ્રતિબંધો પણ હળવા કર્યા હતા. પરંતુ છેલ્લા આઠ દિવસથી કોરોનાના કેસ બમણી ઝડપે વધવા લાગ્યા છે. ગયા અઠવાડિયે, દૈનિક કોરોનાના કેસ હજાર સુધી પહોંચ્યા. જ્યારે આ અઠવાડિયાની શરૂઆતમાં આ સંખ્યા બે હજારને પાર પહોંચી ગઈ છે.
મંગળવારે મહારાષ્ટ્રમાં 2172 નવા કેસ નોંધાયા છે. જ્યારે 22 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. ઉપરાંત 1098 લોકો કોરોનામાંથી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જો કે રાહતની વાત એ છે કે ભલે કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, પરંતુ મૃત્યુઆંક પહેલા કરતા ઘણો ઓછો છે. મોટાભાગના દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે.
ઓમિક્રોનનું સંકટ પણ વધ્યું
કોરોનાની સાથે રાજ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનું (Omicron Variant) સંકટ પણ વધી રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 653 કેસ નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્રમાં જ 167 કેસ જેટલા કેસ સામે આવતા તંત્રની ચિંતા વધી છે. જ્યારે દિલ્હીમાં 165, કેરળમાં 57 અને ગુજરાતમાં 54 કેસ નોંધાયા છે.
ઓમિક્રોનના મોટાભાગના દર્દીઓ મુંબઈના
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ દર્દીઓ મુંબઈમાંથી સામે આવ્યા છે. મુંબઈમાં ઓમિક્રોનના 84 કેસ નોંધાયા છે. ઉપરાંત પિંપરી-ચિંચવડમાં 19, પુણે જિલ્લામાં 17 અને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 7 કેસ નોંધાયા છે. જ્યારે થાણે મ્યુનિસિપાલિટીમાંથી 7 કેસ સામે આવ્યા છે. સાતારા, ઉસ્માનાબાદ અને પનવેલમાંથી 5-5 કેસ નોંધાયા છે. કલ્યાણ-ડોમ્બિવલી, ઔરંગાબાદ અને નાંદેડમાં 2-2 દર્દીઓ મળી આવ્યા છે. ઉપરાંત બુલઢાણા, લાતુર, અકોલા, અહમદનગર, વસઈ-વિરાર, નવી મુંબઈ, મીરા ભાયંદર, પાલઘર, ભિવંડીમાંથી 1-1 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : Maharashtra: મનમાડ પાસે કિસાન એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા, પૂણે તરફની રેલ સેવા પ્રભાવિત