Maharashtra: મંત્રી ધનંજય મુંડે પાસેથી 5 કરોડની ખંડણી માંગવા બદલ મહિલાની ધરપકડ, બળાત્કારના આરોપમાં ફસાવવાની આપી હતી ધમકી

|

Apr 21, 2022 | 4:20 PM

ધનંજય મુંડેએ (Dhananjay Munde) મહિલાને ત્રણ લાખ રૂપિયા અને એક મોંઘો મોબાઈલ ફોન એક ઓળખિત વ્યક્તિ મારફતે કુરિયર દ્વારા મોકલ્યો હતો. આ પછી પણ મહિલા મંત્રી પાસે પાંચ કરોડ રૂપિયાની માંગ કરતી રહી.

Maharashtra: મંત્રી ધનંજય મુંડે પાસેથી 5 કરોડની ખંડણી માંગવા બદલ મહિલાની ધરપકડ, બળાત્કારના આરોપમાં ફસાવવાની આપી હતી ધમકી
Dhananjay Munde

Follow us on

મુંબઈ પોલીસની (Mumbai Police) ક્રાઈમ બ્રાન્ચ યુનિટે મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડે (Minister Dhananjay Munde) પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગનાર મહિલાની ધરપકડ (Arrested) કરી છે. મહારાષ્ટ્રના સામાજિક ન્યાય પ્રધાન અને એનસીપીના નેતા ધનંજય મુંડેએ એક મહિલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને 5 કરોડ રૂપિયાની વસૂલાતની માંગ કરી હતી. પોલીસે આ બાબતે FIR નોંધી હતી. ફરિયાદ મુજબ એક પરિચિત વ્યક્તિએ રૂ.5 કરોડની માંગણી કરી હતી. જો પૈસા નહીં આપે તો મહિલા પર બળાત્કારનો ખોટો કેસ કરવાની ધમકી આપી હતી. મુંબઈના મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે FIR નોંધવામાં આવી હતી.

આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. કેબિનેટ મંત્રી ધનંજય મુંડેને ધમકી આપનાર અને 5 કરોડ રૂપિયાની માંગણી કરનાર મહિલાએ તેને ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે આંતરરાષ્ટ્રીય નંબર પરથી ફોન કર્યો હતો. ઈન્ટરનેશનલ નંબર પરથી ફોન કર્યા બાદ મહિલાએ તેની પાસે પાંચ કરોડની દુકાન અને મોંઘા મોબાઈલ ફોનની માંગણી કરી હતી. જો માંગ નહીં સંતોષાય તો સોશિયલ મીડિયા પર મંત્રીને બદનામ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી.

મંત્રીએ ફરિયાદ નોંધાવી હતી

આ ધમકી બાદ ધનંજય મુંડેએ એક ઓળખીતા વ્યક્તિ દ્વારા કુરિયર દ્વારા મહિલાને ત્રણ લાખ રૂપિયા અને એક મોંઘો મોબાઈલ ફોન મોકલ્યો હતો. આ પછી પણ મહિલા મંત્રી પાસે પાંચ કરોડ રૂપિયાની માંગ કરતી રહી. આ પછી ધનંજય મુંડેએ આ બાબતે પોલીસમાં ફરિયાદ કરી હતી. ગયા વર્ષે એક મહિલાએ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં મંત્રી ધનંજય મુંડે વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ પછી મહિલાએ પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. પરંતુ બાદમાં મહિલાએ ઈન્ટરનેશનલ કોલ દ્વારા મુંડે પાસે પૈસાની માંગણી શરૂ કરી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

સાવચેતી રાખી રહી છે પોલીસ

આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ બાબતે કાર્યવાહી કરતા પોલીસે હવે મહિલાની ધરપકડ કરી છે. પોલીસ હવે આ બાબતે તપાસ કરી રહી છે કે મહિલા મંત્રી પાસે વારંવાર પૈસાની માંગ કેમ કરી રહી છે? મહિલાએ અગાઉ કેસ કર્યો હતો તો પાછો કેમ લીધો? હવે મહિલાએ ફરી પૈસાની માંગણી કેમ શરૂ કરી? આ કેસ હાઈ પ્રોફાઈલ હોવાના કારણે પોલીસ આ બાબતે વધુ તકેદારી રાખી રહી છે.

આ પણ વાંચો: કોંગ્રેસને પુન:ર્જીવિત કરવા માટે પ્રશાંત કિશોરે તૈયાર કર્યો આ પ્લાન, બિન-ગાંધીને અધ્યક્ષ બનાવવાની સલાહ

આ પણ વાંચો: Blast in Afghanistan:અફઘાનિસ્તાનના કાબુલ સહિત ત્રણ શહેરોમાં બ્લાસ્ટ, 5ના મોત, 65 ઘાયલ

Next Article