Maharashtra : છૂટાછેડા પહેલા પતિનું ઘર છોડનાર પત્નીનો ઘર પર અધિકાર નહીં, મુંબઈ હાઇકોર્ટનો મોટો નિર્ણય

|

Oct 04, 2022 | 8:04 AM

જસ્ટિસ સંદીપ કુમાર મોરેએ કહ્યું કે મહિલા ઘરનો દાવો કરી શકે છે, પરંતુ મહિલાના લગ્ન જુલાઈ 2018માં જ તૂટી ગયા હતા અને ત્યારથી મહિલાએ પતિનું ઘર છોડી દીધું હતું. મહિલાના હવે છૂટાછેડા થઈ ગયા હોવાથી તે ઘરમાં રહેવાનો દાવો કરી શકતી નથી.

Maharashtra : છૂટાછેડા પહેલા પતિનું ઘર છોડનાર પત્નીનો ઘર પર અધિકાર નહીં, મુંબઈ હાઇકોર્ટનો મોટો નિર્ણય
Bombay High Court (File Image )

Follow us on

બોમ્બે હાઈકોર્ટની (High Court )ઔરંગાબાદ બેંચે સોમવારે છૂટાછેડા લીધેલા દંપતીના(Couple ) કેસની સુનાવણી દરમિયાન મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે જે મહિલાએ છૂટાછેડા(Divorce ) લેતા પહેલા પોતાનું વૈવાહિક ઘર એટલે કે પતિનું ઘર છોડી દીધું હોય, તે તે ઘર પર અધિકારનો દાવો કરી શકે નહીં. જસ્ટિસ સંદીપ કુમાર મોરેની કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે ભલે કોર્ટમાં છૂટાછેડા માટેની અપીલ પેન્ડિંગ હોય તો પણ પત્ની ઘર પર અધિકાર જમાવી શકે નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે ઘરેલું હિંસા અધિનિયમની કલમ 17 રહેઠાણનો અધિકાર આપે છે, પરંતુ જો છૂટાછેડા પહેલા મહિલા તે ઘરમાં રહેતી હોય તો જ તેને અમલી બનાવી શકાય છે, પરંતુ છૂટાછેડા લીધેલી સ્ત્રીને ઘરમાં કોઈ અધિકાર મળવાપાત્ર થતો નથી.

હકીકતમાં એક દંપતીએ 10 જૂન 2015ના રોજ લગ્ન કર્યા હતા. પતિનો આરોપ છે કે લગ્ન બાદ પત્ની ઝઘડો કરવા લાગી હતી. પતિ સાથે તેનું વલણ પણ સારું નહોતું. જે બાદ અણબનાવના કારણે પત્નીએ પણ પોતાની મરજીથી ઘર છોડી દીધું હતું. જોકે તેના પછી પત્નીએ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે મહિલાને તેના પતિને દર મહિને 2,000 રૂપિયા અને ભાડાના મકાન માટે 1,500 રૂપિયાનું ભરણપોષણ ભથ્થું ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી મહિલાએ કોર્ટના આ આદેશને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો અને સુધારાની માંગ કરી હતી.

પતિનું ઘર છોડ્યા બાદ હવે ઘરમાં રહેવાનો દાવો કરી શકે નહીં : કોર્ટ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલાએ કોર્ટમાં સુધારા માટે કરેલી અરજી બાદ કોર્ટે પતિને ઘરમાં રહેવા માટે જગ્યા આપવાનો નિર્દેશ આપ્યો હતો. આના પર સુનાવણી આગળ વધી હતી. મહિલાના પતિએ કોર્ટમાં અરજી કરી હતી. જસ્ટિસ સંદીપ કુમાર મોરેએ કહ્યું કે મહિલા ઘરનો દાવો કરી શકે છે, પરંતુ મહિલાના લગ્ન જુલાઈ 2018માં જ તૂટી ગયા હતા અને ત્યારથી મહિલાએ પતિનું ઘર છોડી દીધું હતું. મહિલાના હવે છૂટાછેડા થઈ ગયા હોવાથી તે ઘરમાં રહેવાનો દાવો કરી શકતી નથી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

પતિ પર છેતરપિંડીથી છૂટાછેડાનો આરોપ

મહિલાએ કોર્ટમાં સુનાવણી દરમિયાન પતિ પર કપટથી છૂટાછેડા લેવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ દરમિયાન જસ્ટિસ મોરેએ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની કલમ 17 હાઉસિંગનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે કલમ-17 રહેઠાણનો અધિકાર આપે છે, પરંતુ જો મહિલા છૂટાછેડા પહેલા તે ઘરમાં રહેતી હોય તો જ. છૂટાછેડા લીધેલી સ્ત્રીને ઘરમાં કોઈ અધિકાર નથી.

Next Article