મહારાષ્ટ્રમાં ફરી એક વખત વાતાવરણમાં પલટો આવ્યો છે. ઘણા વિસ્તારમાં ફરી ઠંડીમાં વધારો થયો છે. ત્યારે 29 જાન્યુઆરીથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. બીજી તરફ હવામાનના નિષ્ણાંતોએ પશ્ચિમી વિદર્ભના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને અકોલા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બુધવાર એટલે કે 25 જાન્યુઆરીની સાંજથી વાદળછાયુ છે. ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. બુધવારે સાંજે 5 વાગ્યે અકોલાના ઘણા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.
હવામાન જાણકારો મુજબ અફઘાનિસ્તાનની પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. આ કારણે રાજસ્થાન પર 1.5 કિલોમીટરની ઉંચાઈથી ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે જ ઉત્તર પૂર્વ અરબ સાગરમાં દક્ષિણી પશ્ચિમી ઉત્તર પ્રદેશ સુધી લો પ્રેશરની સ્થિતિ યથાવત છે.
તમિલનાડુમાં 900 મીટરની ઉંચાઈથી જોરદાર ચક્રવાતી પવનો ફૂંકાઈ રહ્યા છે. આ કારણે 29થી 31 જાન્યુઆરી દરમિયાન મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી છે. તેની અસરથી મહારાષ્ટ્રમાં પશ્ચિમી વિદર્ભના અમરાવતી, અકોલા, બુલઢાણા અને વાશિમ જિલ્લામાં સામાન્ય વરસાદ થઈ શકે છે.
મુંબઈ સહિત કોંકણ વિસ્તારની વાત કરીએ તો મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોના મુકાલબે અહીં તાપમાન ઘટ્યુ છે અને ઠંડી વધી છે. આ ઠંડીમાં હજુ વધારો થશે. હવામાન વિભાગ મુજબ 29 જાન્યુઆરી બાદ મહારાષ્ટ્રમાં ઠંડીની એક નવી લહેર આવવાની છે, જે 2 ફેબ્રુઆરી સુધી રહેશે.
ઉત્તરના રાજ્યોમાં ઠંડી વધી છે. જમ્મૂ કાશ્મીરમાં બરફની ચાદર પથરાઈ ગઈ છે. તેની અસરથી પૂણે અને મધ્ય મહારાષ્ટ્રમાં ઠંડીની એક નવી લહેર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને 30 જાન્યુઆરીથી તાપમાન ખુબ જ ઝડપથી ઘટશે. હવામાન નિષ્ણાંતો મુજબ ગુજરાતમાંથી આવતી ઠંડી હવાઓની અસર પાલઘર, ઉત્તર મુંબઈ અને થાણે પર પડી રહી છે. તેથી અહીંયા ધીમે-ધીમે તાપમાન ઘટી રહ્યું છે. તાપમાનમાં હજુ ઘટાડો થશે અને ઠંડીમાં વધારો થશે.