Maharashtra : મહારાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂના 2,337 કેસ, 98 ના મોત, પુણે નંબર-1 પર પહોચ્યા બાદ એડવાઈઝરી જારી

|

Aug 30, 2022 | 10:08 AM

મળતી માહિતી મુજબ આ વર્ષે 1 જાન્યુઆરીથી 28 ઓગસ્ટના સમયગાળા દરમિયાન રાજ્યમાં સ્વાઈન ફ્લૂના 2,337 કેસ નોંધાયા છે અને 98 લોકોના મોત થયા છે.

Maharashtra : મહારાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂના 2,337 કેસ, 98 ના મોત, પુણે નંબર-1 પર પહોચ્યા બાદ એડવાઈઝરી જારી
Maharashtra: Stay away from swine flu during festivals this time, advisory announced in Pune

Follow us on

આ વર્ષે 1 જાન્યુઆરીથી 28 ઓગસ્ટની વચ્ચે મહારાષ્ટ્રમાં સ્વાઈન (Swine Flu )ફ્લૂના 2,337 કેસ નોંધાયા છે અને 98 લોકોના મોત થયા છે. આ પછી રાજ્યના (State) આરોગ્ય વિભાગે લોકોને ગણેશ ઉત્સવમાં ભાગ લેતી વખતે સાવચેત રહેવાની અપીલ કરી છે. વિભાગે કહ્યું કે આ કેસ 19 જિલ્લામાં નોંધાયા છે, જેમાંથી 770 કેસ અને 33 મૃત્યુ પુણેમાં થયા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર, મુંબઈમાં 348 કેસ નોંધાયા છે અને ત્રણ મૃત્યુ થયા છે, જ્યારે પડોશી થાણેમાં 474 કેસ અને 14 મૃત્યુ થયા છે. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન કોલ્હાપુરમાં 159 કેસ અને 13 મૃત્યુ નોંધાયા છે.

98 લોકોના મોત થયા છે

મળતી માહિતી મુજબ આ વર્ષે 1 જાન્યુઆરીથી 28 ઓગસ્ટના સમયગાળા દરમિયાન રાજ્યમાં સ્વાઈન ફ્લૂના 2,337 કેસ નોંધાયા છે અને 98 લોકોના મોત થયા છે. આરોગ્ય વિભાગે અપીલ કરી હતી કે સ્વાઈન ફ્લૂના વધતા જતા કેસોને જોતા લોકોએ આગામી તહેવારને સાવચેતી સાથે ઉજવવો જોઈએ. તેમણે કહ્યું કે ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીથી પીડિત લોકોએ જાહેર સ્થળોએ જવાનું ટાળવું જોઈએ, જ્યારે ઉચ્ચ જોખમની સ્થિતિ ધરાવતા લોકોએ જાહેર મેળાવડામાં COVID-19 યોગ્ય વર્તનનું પાલન કરવું જોઈએ.

પુણેમાં સૌથી વધુ 770 કેસ નોંધાયા છે

1 જાન્યુઆરીથી 28 ઓગસ્ટની વચ્ચે, પુણેમાં સૌથી વધુ 770 કેસ નોંધાયા છે, ત્યારબાદ થાણે (474), મુંબઈ (348), નાસિક (195) અને કોલ્હાપુર (159) છે. રાજ્યના 36 જિલ્લાઓમાં, પુણે પણ 33 મૃત્યુ સાથે મૃત્યુઆંકમાં ટોચ પર છે. તે પછી થાણે (14), કોલ્હાપુર (13), નાસિક (12), સતારા (5), અહેમદનગર (5) અને મુંબઈ (3)નો નંબર આવે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આરોગ્ય વિભાગે એડવાઈઝરી જારી કરી છે

ગણેશ ચતુર્થી નજીક આવતાની સાથે જ પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટે એડવાઈઝરી જારી કરીને લોકોને સંક્રમણથી બચવા માટે સાવચેતીનાં પગલાં લેવા જણાવ્યું છે. સોમવારે જારી કરાયેલ એડવાઈઝરીમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીથી પીડિત નાગરિકોને જાહેર સ્થળો ટાળવા અને તબીબી સલાહ લેવા માટે કહેવામાં આવ્યું છે.

Next Article