Maharashtra : રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ (Rajesh Tope) જણાવ્યુ હતુ કે, “રાજ્યના જે વિસ્તારોમાં કોરોના સંક્રમણ નહિવત છે ત્યાં કોરોના ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા શાળાઓ શરૂ કરવાની યોજના પર વિચારણા કરવામાં આવી રહી છે.” વધુમાં જણાવ્યુ કે, 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ છે, ત્યાં સુધી શિક્ષકોને કોરોના વેક્સિનના ડોઝ (Vaccine dose)આપવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવશે. જો કે રાજેશ ટોપેએ આ અંગે કોઈ નિશ્ચિત તારીખ જાહેર કરી નથી.
શાળા શરૂ કરવા માટે શિક્ષકોનું રસીકરણ ખૂબ મહત્વનું છે. શિક્ષકોને વેક્સિન આપ્યા બાદ શાળા શરૂ કરવી સરળ બનશે. આ માટે હવે રાજ્ય સરકાર દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવશે, આ અંતર્ગત શિક્ષકોને રસીના ડબલ ડોઝ આપવા માટે ભાર મુકવામાં આવશે.
કેન્દ્ર સરકારની સૂચનાનો અમલ કરવામાં આવશે : આરોગ્ય મંત્રી રાજેશ ટોપે
આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ વધુમાં જણાવ્યુ હતુ કે, રાજ્યમાં કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી. સાથે તહેવારોને લઈને સુચના આપતા જણાવ્યુ હતુ કે, કેરળમાં ઓણમ (Onam festival) તહેવાર પછી 30 થી 35 હજાર લોકો કોરોના સંક્રમિત થયા હતા. તેથી કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવાની જરૂર છે. ઉપરાંત રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા આ સંદર્ભે આપવામાં આવેલી સૂચનાઓનો પણ રાજ્ય સરકાર દ્વારા અમલ કરવામાં આવશે.
ટાસ્ક ફોર્સના સભ્યો શાળાઓ શરૂ કરવાની તરફેણમાં
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ટાસ્ક ફોર્સના (Task Force Committee) સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ રાજ્યમાં શાળાઓ શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. વધુમાં જણાવ્યુ હતુ કે શાળા શરૂ કરવા અંગે લોકોના અલગ અલગ મંતવ્યો છે. કેટલાક લોકો કહે છે કે શાળાઓ શરૂ કરવી જોઈએ, જ્યારે કેટલાક લોકો કહે છે કે અત્યારે શાળાઓ શરૂ કરવી યોગ્ય રહેશે નહીં. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ટાસ્ક ફોર્સ સાથે આ સંદર્ભમાં ચર્ચા કર્યા બાદ અંતિમ નિર્ણય લેશે. ટાસ્ક ફોર્સની વાત કરીએ તો ટાસ્ક ફોર્સ રાજ્યમાં ફરીથી શાળા(School) શરૂ કરવાની તરફેણમાં છે.
આ પણ વાંચો: Maharashtra: ઠાકરે સરકારને આંચકો, ED એ પરિવહન મંત્રી અનિલ પરબને મંગળવારે હાજર થવા નોટીસ પાઠવી
આ પણ વાંચો: Maharashtra: 100 કરોડની વસૂલી મામલે અનિલ દેશમુખને ક્લીન ચિટ નહીં, CBI એ કરી સ્પષ્ટતા