Maharashtra Rain Alert: મુંબઈ સહિત 18 જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, આગામી 24 કલાક ભારે

|

Aug 30, 2021 | 11:00 PM

ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. છત્તીસગઢમાં લો પ્રેશર એરિયા બનવાને કારણે મહારાષ્ટ્રમાં પ્રભાવ પડવાની શક્યતા છે.

Maharashtra Rain Alert: મુંબઈ સહિત 18 જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, આગામી 24 કલાક ભારે

Follow us on

મહારાષ્ટ્ર (Maharashtra) માટે આગામી 24 કલાક ખૂબ મહત્વના છે. આ 24 કલાક દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનું અનુમાન છે. આગામી ત્રણથી ચાર દિવસ સુધી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગ (IMD) દ્વારા મુંબઈ, થાણે, ઉત્તર કોંકણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં વરસાદ શરૂ થયો છે. પરંતુ હવે હવામાન કેન્દ્ર મુજબ વરસાદની તીવ્રતા વધશે.

 

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. છત્તીસગઢમાં લો પ્રેશર એરિયાની રચનાને કારણે મહારાષ્ટ્રમાં તેનો પ્રભાવ પડવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. થાણે, પાલઘર, મરાઠાવાડા, કોંકણ, વિદર્ભ, મુંબઈ સહિત મધ્ય મહારાષ્ટ્રના ઉત્તરીય ભાગોમાં ભારે વરસાદ પડશે. આવા કુલ 18 જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન છે.

 

આ સ્થળો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

હવામાન વિભાગ દ્વારા બુલઢાણા, અકોલા, વાશિમ, ઉસ્માનાબાદ, પરભણી, હિંગોલી, લાતુર, નાંદેડ, યવતમાલ, અમરાવતી, વર્ધા, ચંદ્રપુર, ગઢચિરોલી, નાગપુર, ભંડારા, ગોંડિયા અને કોંકણના સિંધુદુર્ગ-રત્નાગિરીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોમવારથી અકોલામાં ભારે વરસાદ શરૂ થયો છે. રત્નાગિરી, કોંકણમાં, કેટલાક વિસ્તારોમાં મંગળવાર સુધી વરસાદનું જોર વધશે.

 

આ સ્થળોએ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

મંગળવાર માટે થાણે અને રાયગઢમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બુધવારે પણ કેટલાક સ્થળોએ મુશળધાર વરસાદ પડી શકે છે. પાલઘરમાં બુધવારે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાનું અનુમાન  છે. મંગળવારે તેમજ બુધવારે મુંબઈના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.

 

આ સિવાય મધ્ય મહારાષ્ટ્રના નાસિકમાં મંગળવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જલગાંવમાં સોમવારે તેમજ મંગળવારે અને નંદુરબારમાં મંગળવારે અને બુધવારે ઘણી જગ્યાએ મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે. વિદર્ભમાં પણ વરસાદ વધશે, પરંતુ પશ્ચિમ મહારાષ્ટ્રમાં હાલ વધારે વરસાદ થવાનું અનુમાન નથી.

 

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં થોડા દિવસ પહેલા પણ ભારે વરસાદને કારણે પુરની પરિસ્થિતી સર્જાઈ હતી. કોંકણમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતુ. રત્નાગિરી જિલ્લામાં ભારે વરસાદ થયો હતો. ચિપલૂન અને કોલ્હાપૂરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદે તબાહી મચાવી હતી. ભારે વરસાદને કારણે સામાન્ય જન જીવન ઠપ્પ થયુ હતુ.

 

ચિપલૂનમાં વશિષ્ઠી નદી અને શિવ નદીમાં પૂરની સ્થિતિ બની હતી. જેના કારણે વરસાદનું પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયું હતું, ભારે વરસાદના કારણે લોકોને વ્યાપક નુકસાન થયું હતુ. એવામાં ફરીવાર ભારે વરસાદની આગાહીને કારણે લોકોમાં ભય પણ છે.

 

આ પણ વાંચો : Maharashtra: કોરોનાને લઈ સરકારના નિયમોનું પાલન કરવા આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ લોકોને કરી અપીલ

Next Article