રોડ સેફ્ટી એ હાલમાં પોલીસનું અને ટ્રાફિક વિભાગનો મુખ્ય ઉદ્દેશ છે. ત્યારે મુંબઈ પોલીસે રોડ સેફ્ટીને લઈને સોશિયલ મીડિયા પર એક શાનદાર પોસ્ટ કરી છે. આમાં અનેક અલગ-અલગ કાર બ્રાન્ડના નામ સાથે સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસની આ સ્ટાઈલ સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા યુઝર્સ પણ મુંબઈ પોલીસની જેમ વિચારી આમાં અવનવા સૂચનો આપી રહ્યા છે.
સોશિયલ મીડિયાનો જમાનો છે. મુંબઈ પોલીસ પણ આ જ્માનામાં પાછળ નથી. તાજેતરમાં જ મુંબઈ પોલીસે ટ્રાફિક એડવાઈઝરી બહાર પાડતી વખતે એક રમુજી પોસ્ટ કરી હતી. જેમાં અનેક વાહનોના નામ લઈને લોકોને રોડ સેફ્ટી વિશે જણાવવામાં આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કરેલી પોસ્ટની વિવિધ સ્લાઇડ્સમાં બ્રાન્ડ નામો અને લોગો સાથે વિવિધ વાહનો માટેના સંદેશા છે.
ખોટી કાર પાર્કિંગને TATA કહો, રોડ પર મહિન્દ્રા બાહુબલી ન બનો, રસ્તા પર CIVIC સેન્સનું પાલન કરો, ફોર્ચ્યુન(2) સલામત લોકોને સપોર્ટ કરે છે, રોડ સિગ્નલ સાથે SWIFT ન કરો, તમારી ઝડપનો JAZZ આપો. દરેક પોસ્ટ પર અલગ-અલગ કારના લોગો પણ મુકવામાં આવ્યા છે.
रस्ता सुरक्षेचे खरे 'ॲम्बेसेडर' व्हा. #सुरक्षित_प्रवास #सुरक्षित_मुंबईकर pic.twitter.com/Ehf99dMbLZ
— Mumbai Traffic Police (@MTPHereToHelp) April 12, 2023
મુંબઈ પોલીસની આ પોસ્ટ પર લોકોની ખૂબ જ સારી પ્રતિક્રિયાઓ આવી રહી છે. સુરક્ષા સંદેશ માટે લોકો મુંબઈ પોલીસની સોશિયલ મીડિયા ટીમના વખાણ કરી રહ્યા છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે પોલીસે અલગ રીતે મેસેજ આપ્યો હોય. હકીકતમાં, ભૂતકાળમાં પણ ઘણા જુદા જુદા વિસ્તારોની પોલીસે આવી અદ્ભુત ટ્વિટ કરી છે.
આ પણ વાંચો : ભીડ સામે ખુરશીઓ ઓછી પડી, લોકો આકરા તડકામાં ઉભા રહ્યા, 11 લોકોના મોતથી વિપક્ષી પાર્ટીઓએ શિંદે સરકારની કરી ટીકા
આ ટ્વિટ કરવા પાછળનો પોલીસનો એક જ હેતુ છે કે, લોકોમાં જાગૃતિ આવે. દેશ ભરમાં વાહનની ઝડપી ગતિને કારણે કેટલાય લોકોના મોત નિપજ્યાં છે. જોકે આવી ઘટનામાં ઘટાડો થાય તે માટે પોલીસ સતત પ્રયાસ કરી રહી છે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…