Maharashtra : પોલીસ દ્વારા રાજ્યના ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ (BJP President Chandrakant Patil) અને પુણેના મેયર મુરલીધર મોહોલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ નેતાઓએ 30 ઓગસ્ટના રોજ રાજ્યમાં મંદિર ફરીથી ખોલવાની માગ સાથે પ્રદર્શન કર્યુ હતુ, જેમાં કોરોના નિયમોનું (Covid guidelines) ઉલ્લંઘન થતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે મહારાષ્ટ્રમાં મંદિરો એક વર્ષથી વધુ સમયથી બંધ છે. ભાજપ હવે રાજ્યમાં મંદિર ફરીથી (Temple Reopen) ખોલવા માટે પ્રદર્શન કરી રહ્યું છે. જેમાં ભાજપ દ્વારા રાજ્યભરના મુખ્ય મંદિરોમાં ઘંટ અને શંખની વગાડીને મંદિરોના દરવાજા ખોલવાની માગ કરવામાં આવી હતી.
આ વિસ્તારોમાં કરવામાં આવ્યા દેખાવો
ભાજપે સોમવારે રાજ્યમાં મંદિરો ખોલવા માટે મુંબઈ, થાણે, પુણે, નાસિક, નાગપુર, પંઢરપુર, ઔરંગાબાદ અને અન્ય સ્થળોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. વિરોધ દરમિયાન સરકારનું ધ્યાન ખેંચવા માટે ઘંટ અને શંખ વગાડ્યા. આ દરમિયાન ઘણા ભાજપના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ભાજપના વિરોધ બાદ પણ સરકાર કોરોનાના સંભવિત ત્રીજી લહેરને (Corona Third Wave) ધ્યાનમાં રાખીને મંદિર ન ખોલવા માટે મક્કમ છે.
ભાજપે સરકાર પર ઉઠાવ્યા પ્રશ્નો
પુણેમાં શંખનાદ પ્રદર્શનનું નેતૃત્વ કરતી વખતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે મંદિરો બંધ રાખવા માટે સરકાર પર સવાલ ઉઠાવ્યા. તેમણે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ કે “મંદિરો બંધ રાખવા અને દારૂની દુકાનો ખુલ્લી રાખવી કેટલી યોગ્ય છે?”
અન્ના હજારેએ ટેકો આપ્યો
આ સાથે જ સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ (Anna Hazare) પણ થોડા દિવસો પહેલા મંદિર ન ખોલવા બદલ સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર મંદિર કેમ નથી ખોલી રહી ? રાજ્ય સરકાર માટે શું ખતરો છે ? જો કોરોનાને કારણે મંદિરો ન ખોલવામાં આવે અને દારૂની દુકાનોની બહાર લાંબી લાઈનો લાગે એ કેવો તર્ક છે, સાથે તાજેતરમાં અન્ના હજારેએ મંદિરો પરથી પ્રતિબંધ હટાવવા માટે ભાજપના પ્રદર્શનને (Protest) ટેકો આપ્યો હતો.
આ પણ વાંચો: Maharashtra : અનિલ દેશમુખના જમાઈની સીબીઆઈ દ્વારા અટકાયત, 20 મિનિટની પૂછપરછ બાદ છુટકારો