Maharashtra Political Crisis: બળવાખોર ધારાસભ્યોના પરિવારને મળશે CRPFની સુરક્ષા, ફડણવીસે આગળની રણનિતી ઘડવા બોલાવી બેઠક

|

Jun 26, 2022 | 1:03 PM

મહારાષ્ટ્રનો રાજકીય ખેલ ફરી પલટાઈ તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. શિંદે જૂથમાં વિભાજનના સમાચાર સામે આવ્યા છે. બીજી તરફ, કેન્દ્ર સરકારે તમામ બળવાખોર ધારાસભ્યોના પરિવારોને CRPF સુરક્ષા આપવાની જાહેરાત કરી છે.

Maharashtra Political Crisis: બળવાખોર ધારાસભ્યોના પરિવારને મળશે CRPFની સુરક્ષા, ફડણવીસે આગળની રણનિતી ઘડવા બોલાવી બેઠક
પ્રતિકાત્મક તસવીર
Image Credit source: FILE PHOTO

Follow us on

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રનો રાજકીય ખેલ ફરી પલટાઈ તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. શિંદે (Eknath Shinde) જૂથમાં વિભાજનના સમાચાર સામે આવ્યા છે. બીજી તરફ, કેન્દ્ર સરકારે તમામ બળવાખોર ધારાસભ્યોના પરિવારોને CRPF સુરક્ષા આપવાની જાહેરાત કરી છે. હવે પરિવારોની સુરક્ષા માટે CRPFના જવાનોને તૈનાત કરવામાં આવશે. અગાઉ, બળવાખોરોએ આરોપ લગાવ્યો હતો કે તેમના 38 ધારાસભ્યોના પરિવારોની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. આવી સ્થિતિમાં હવે બળવાખોર ધારાસભ્યોને કેન્દ્રની સુરક્ષા આપવામાં આવી છે.

ફડણવીસે આગળની રણનિતી ઘડવા બોલાવી બેઠક

ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ચંદ્રકાંત પાટીલ, આશિષ શેલાર, સુધીર મુનગંટીવાર અને ગિરીશ મહાજન હાજર રહેશે. એવું માનવામાં આવે છે કે આ બેઠકમાં ભાજપ તરફથી મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટને લઈને રણનીતિ બનાવવામાં આવી શકે છે.

મુંબઈ, નાગપુર સહિત અનેક શહેરોમાં શિંદે વિરુદ્ધ વિરોધ પ્રદર્શન

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસૈનિકો રસ્તા પર ઉતરીને એકનાથ શિંદેનો વિરોધ કરી રહ્યા છે. મુંબઈમાં સામના કાર્યાલયની બહાર શિવસૈનિકો એકઠા થયા.તો નાગપુર અને નાસિકમાં પણ બળવાખોર ધારાસભ્યો રસ્તા પર ઉતરી આવ્યા છે. ભગવા ઝંડા સાથે રેલીઓ કાઢવામાં આવી છે અને શિંદે જૂથ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે.

MVA સરકારને બચાવવા શરદ પવાર મેદાનમાં ઉતર્યા

આજે (26 જૂન, રવિવાર) મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલનો છઠ્ઠો દિવસ છે. એકનાથ શિંદે જૂથના બળવાખોર ધારાસભ્યો ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલમાં એકજુથ થયા છે. ત્યાં તેમણે 30 જૂન સુધી હોટલ બુક કરાવી લીધી છે. એટલે કે બળવાખોર ધારાસભ્યોનું જૂથ અત્યારે મેદાનમાંથી પીછેહઠ કરવાનું નથી. મહારાષ્ટ્રની કટોકટી જલ્દી દૂર થવાની નથી. આવી સ્થિતિમાં એનસીપી મહા વિકાસ આઘાડી સરકારને બચાવવા માટે શરદ પવાર મેદાનમાં ઉતર્યા છે. આજે તેમણે તેમના મુંબઈ અવલ ‘સિલ્વર ઓક’માં મહા વિકાસ આઘાડીના નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી અને આઘાડીના નેતાઓને જોરશોરથી કાનૂની લડાઈ લડવા માટે તૈયાર રહેવા જણાવ્યું હતું.

Next Article