Maharashtra: ભીડ સામે ખુરશીઓ ઓછી પડી, લોકો આકરા તડકામાં ઉભા રહ્યા, 11 લોકોના મોતથી વિપક્ષી પાર્ટીઓએ શિંદે સરકારની કરી ટીકા

|

Apr 17, 2023 | 11:05 AM

મુખ્યમંત્રી એકનાથ શિંદે હોસ્પિટલમાં બીમાર લોકોને મળ્યા છે અને તેમને તમામ મદદ કરવાની ખાતરી આપી છે. આ સાથે ઉદ્ધવ ઠાકરે પણ હોસ્પિટલમાં જઈને બીમાર લોકોની હાલત જાણી હતી. શિંદેએ મૃતકોના નજીકના સંબંધીઓને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

Maharashtra: ભીડ સામે ખુરશીઓ ઓછી પડી, લોકો આકરા તડકામાં ઉભા રહ્યા, 11 લોકોના મોતથી વિપક્ષી પાર્ટીઓએ શિંદે સરકારની કરી ટીકા
Maharashtra Bhushan Award

Follow us on

મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ દરમિયાન 11 લોકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ લોકો બીમાર પડ્યા છે. અધિકારીઓ મૃત્યુનું કારણ ગરમીને ગણાવી રહ્યા છે. પરંતુ, અસરગ્રસ્તો વહીવટી તંત્ર પર સવાલ ઉઠાવી રહ્યા છે. લોકોએ કહ્યું કે આટલો મોટો કાર્યક્રમ હતો, પણ બેસવાની જગ્યા ઓછી પડી. વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ આ ઘટનાને લઈને શિંદે સરકારની ટીકા કરી છે.

ગુજરાત, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા

આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ લોકો પહોંચ્યા હતા. કાર્યક્રમમાં ભાગ લેવા માટે મધ્યપ્રદેશ અને કર્ણાટકમાંથી પણ લોકો આવ્યા હતા. ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે કાર્યક્રમ ચાલ્યો અને લોકો તડકાની નીચે ઉભા રહીને જોતા રહ્યા. આ પછી કેટલાક લોકોની તબિયત બગડવા લાગી. ઘણા લોકો સ્થળ પર જ બેહોશ થઈ ગયા અને જમીન પર પડ્યા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ કાર્યક્રમનું આયોજન નવી મુંબઈના મેદાનમાં કરવામાં આવ્યું હતું. આયોજકોએ લોકોને બેસવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ લોકો આટલી સંખ્યામાં આવશે, કદાચ તેઓએ પણ અપેક્ષા નહોતી કરી. લોકો માટે બેસવા માટે ઘણી ઓછી ખુરશીઓ હતી. સાથે જ આદિત્ય ઠાકરેએ લોકોના મૃત્યુ પર શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું છે કે આ સમાચાર ખૂબ જ દુઃખદ, પીડાદાયક છે.

 

 

આ પણ વાંચો : નાગપુરમાં BJP-RSS પર ઉદ્ધવ ઠાકરેએ કર્યા પ્રહારો, કહ્યુ- અમારું હિન્દુત્વ ‘રાષ્ટ્રવાદ’ અને તેમનું…!

મુખ્યમંત્રી એકનાથ શિંદે હોસ્પિટલમાં બીમાર લોકોને મળ્યા છે અને તેમને તમામ મદદ કરવાની ખાતરી આપી છે. આ સાથે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ હોસ્પિટલમાં જઈને બીમાર લોકોની હાલત જાણી હતી. શિંદેએ મૃતકોના નજીકના સંબંધીઓને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

શિંદેએ કહ્યું છે કે બીમાર લોકોની મફતમાં સારવાર કરવામાં આવશે. તેમજ કહ્યું કે જે લોકોની હાલત ગંભીર છે, જો તેઓને સારી સારવાર માટે અન્ય હોસ્પિટલમાં દાખલ કરવા પડશે તો કરવામાં આવશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, કાર્યક્રમનું આયોજન યોગ્ય રીતે થયું ન હતું. શું વહીવટીતંત્ર આ ઘટનાની તપાસ કરશે? NCB નેતા અજિત પવારે કહ્યું કે એવોર્ડ બપોરે આપવામાં આવ્યો હતો, દરેક વ્યક્તિ જાણે છે કે એપ્રિલમાં કેટલી ગરમી હોય છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર  

મહારાષ્ટ્ર સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Published On - 11:05 am, Mon, 17 April 23

Next Article