Drugs Case : NIA ની ટીમના મુંબઈમાં ધામા, શું ક્રુઝ ડ્રગ્સ કેસની તપાસ હવે NIA કરશે ?

|

Oct 31, 2021 | 4:08 PM

નાર્કોટિક્સ એક્ટ અનુસાર NCB આ કેસ સાથે સંબંધિત નાણાકીય વ્યવહારોનો રિપોર્ટ તૈયાર કરશે અને 90 દિવસમાં ED ને સુપરત કરશે.

Drugs Case : NIA ની ટીમના મુંબઈમાં ધામા, શું ક્રુઝ ડ્રગ્સ કેસની તપાસ હવે NIA કરશે ?
Cruise Drugs Case

Follow us on

Mumbai Cruise Drugs Case : મુંબઈમાં ક્રૂઝ ડ્રગ્સ કેસ માટે NIA ની ટીમ NCB મુંબઈ હેડક્વાર્ટર પહોંચી છે. આ દરમિયાન તેણે કેસ સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજની કોપી લીધી છે. સાથે તેણે NCB ને પૂછ્યું છે કે શું આ મામલે કોઈ નાર્કો-ટેરર એન્ગલ છે. જેના પર NCB એ જણાવ્યુ હતુ કે અત્યાર સુધીની તપાસમાં આવો કોઈ એન્ગલ સામે આવ્યો નથી.

નાર્કોટિક્સ એક્ટ (Narcotics Act) મુજબ, NCB આ કેસ સાથે સંબંધિત નાણાકીય વ્યવહારોનો રિપોર્ટ તૈયાર કરશે અને 90 દિવસમાં ED ને સુપરત કરશે. જે SOP નો એક ભાગ છે જેનું પાલન કરવામાં આવશે. એનસીબીએ મુંબઈ પોલીસ (Mumbai Police) પાસેથી કેસ સાથે સંબંધિત આરોપીઓના જૂના ગુનાહિત ઈતિહાસ વિશે માહિતી માંગી છે. આ ઉપરાંત અન્ય સંબંધિત એજન્સીઓ પાસેથી પણ આરોપીઓની સંપત્તિની માહિતી માંગવવામાં આવી છે.

NIA એ NCB અધિકારીઓની પૂછપરછ કરી છે

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

સૂત્રોના જણાવ્યા અનુસાર, NCB ને લાગે છે કે NIA ની દખલગીરી ભવિષ્યની અન્ય તપાસમાં તેની સત્તા અને તેની વિશ્વસનીયતાને નબળી પાડશે. એક અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધીની તપાસમાં તેમને કોઈ આતંકવાદી એંગલ મળ્યો નથી. જો કે, વોટ્સએપ ચેટ અને ઘણા લોકોની પૂછપરછ પછી, ક્રુઝ ડ્રગ્સ કેસમાં (Cruise Drugs Case) ઘણા સ્ટાર કિડ્સ અને આંતરરાષ્ટ્રીય ડ્રગ પેડલર્સના નામ સામે આવ્યા છે.

ક્રુઝ કેસના તાર આંતરરાષ્ટ્રીય ડ્ર્ગ્સ રેકેટ સાથે જોડાયેલા હતા

ઉલ્લેખનીય છે કે, મુંબઈના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના (Sameer Wankhede) નેતૃત્વમાં ડ્રગ્સ કેસના સંબંધમાં ક્રૂઝ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે હાલ વાનખેડે પોતે પણ આ મામલે અનેક આરોપોનો સામનો કરી રહ્યા છે. કેસના સાક્ષી પ્રભાકર સાઈલે વાનખેડે પર કેસને દૂર કરવા માટે કરોડો રૂપિયા આપવાનો આરોપ લગાવ્યો છે. જો કે આ આરોપ લગાવ્યા બાદ તે પોતે પણ NCB સમક્ષ હાજર નથી થઈ રહ્યા.

 

આ પણ વાંચો: સમીર વાનખેડેથી નારાજ થયા અમિત શાહ, શું આર્યન ડ્રગ્સ કેસમાં NCB મુખ્યાલયને પણ અંધારામાં રાખવામાં આવ્યુ ?

આ પણ વાંચો: NCB અધિકારીઓ નિર્દોષ લોકોને ફસાવી રહ્યા છે, SC ઉપાધ્યક્ષના નિવેદન બાદ પણ નવાબ મલિક તેના આરોપો પર અડગ

Next Article