દિગ્ગજોની સત્તા દાવ પર : મહારાષ્ટ્રમાં OBC અનામત વિના યોજાયેલી 106 નગરપાલિકાની ચૂંટણીનુ આજે પરિણામ

|

Jan 19, 2022 | 12:27 PM

આ ચૂંટણીઓમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે, કેન્દ્રીય મંત્રી ભારતી પવાર, પરિવહન મંત્રી અનિલ પરબ અને ઘણા વર્ષોથી ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને હવે એનસીપીમાં રહેલા એકનાથ ખડસે સહિત અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.

દિગ્ગજોની સત્તા દાવ પર : મહારાષ્ટ્રમાં OBC અનામત વિના યોજાયેલી 106 નગરપાલિકાની ચૂંટણીનુ આજે પરિણામ
Maharashtra Nagar Panchayat Election Result

Follow us on

Maharashtra Nagar Panchayat Election Result: રાજ્ય ચૂંટણી પંચ (Maharashtra Election Commission) દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમો અનુસાર 106 નગર પંચાયતો, 2 જિલ્લા પરિષદોની ચૂંટણીના પરિણામો બુધવારે જાહેર થશે. તમને જણાવી દઈએ કે, મંગળવારે ઓબીસી અનામત (OBC Reservation) વિના યોજાયેલી આ ચૂંટણીઓની મતગણતરી આજે સવારે 10 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે.

આ બેઠકો પર યોજાઈ હતી ચૂંટણી

મહારાષ્ટ્રની 106 નગરપાલિકામાંથી 336 બેઠકો પર ગઈ કાલે મતદાન થયુ હતુ. આ ઉપરાંત, ભંડારા અને ગોંદિયા જિલ્લા પરિષદની 23 બેઠકો અને તેમની હેઠળની પંચાયત સમિતિઓની 45 બેઠકો પર યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે 115 ગ્રામ પંચાયતોની 209 બેઠકો પર મતદાન થયુ હતુ. આ તમામ જગ્યાઓના ચૂંટણી પરિણામો બુધવારે જાહેર થશે.

કોણ મારશે બાજી ?

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મંગળવારે આપવામાં આવેલી માહિતી અનુસાર, નગર પંચાયતોની ચૂંટણીમાં લગભગ 81 ટકા અને જિલ્લા પરિષદો અને તેની સાથે સંકળાયેલ પંચાયત સમિતિઓની ચૂંટણીમાં લગભગ 73 ટકા મતદાન થયુ હતુ. આ સાથે ગ્રામ પંચાયતોની પેટાચૂંટણીમાં પણ 76 ટકા મતદાન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ સિવાય સાંગલી-મિરાજ-કુપવાડ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક બેઠક પર પેટાચૂંટણી માટે 50 ટકા મતદાન થયુ હતુ.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

આ ચૂંટણીઓમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે, કેન્દ્રીય મંત્રી ભારતી પવાર, પરિવહન મંત્રી અનિલ પરબ અને ઘણા વર્ષોથી ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને હવે એનસીપીમાં રહેલા એકનાથ ખડસે સહિત અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.

સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે મંગળવારે મતદાન થયુ

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમો અનુસાર, રાજ્યની તમામ 106 મ્યુનિસિપલ કાઉન્સિલ, ભંડારા અને ગોંદિયાની જિલ્લા પરિષદો અને તેમની હેઠળની તમામ 15 પંચાયત સમિતિની બેઠકો માટે 21 ડિસેમ્બર, 2021ના રોજ ચૂંટણી યોજાવાની હતી. આ ઉપરાંત વિવિધ નગરપાલિકાઓની ખાલી પડેલી ચાર બેઠકો માટે પણ 21મી ડિસેમ્બરે પેટાચૂંટણી યોજાવાની હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના 15 ડિસેમ્બરના આદેશ અનુસાર કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે OBC અનામત રદ કરીને ચૂંટણી યોજવા જણાવ્યુ હતુ.

પછાત વર્ગો માટે અનામત બેઠકોને બિનઅનામત કરતી વખતે, કોર્ટે તેમને સંબંધિત ચૂંટણીઓ ઓપન કેટેગરીમાં કરાવવાનો આદેશ આપ્યો હતો. આ પછી ચૂંટણી પંચે તે બેઠકો પર નવો કાર્યક્રમ પણ જાહેર કર્યો હતો. આ કાર્યક્રમો હેઠળ, મંગળવારે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાઈ હતી.

આ પણ વાંચો : પીએમ મોદી પર આપવામાં આવેલા નિવેદનને લઈને મહારાષ્ટ્રમાં ધમાસાણ, નાના પટોલે વિરુદ્ધ કાર્યવાહીની ભાજપની માગ

Next Article