Maharashtra: MSRTCએ 230 કર્મીઓને બરતરફ કરવા નોટિસ ઈશ્યુ કરી, 28 ઓક્ટોબરથી કર્મચારી છે હડતાલ પર

|

Dec 14, 2021 | 11:20 PM

9 નવેમ્બરથી તેમનું આંદોલન ઝડપી બન્યુ હતું અને 250 ડેપોમાંથી બસ સેવાઓ અટકી ગઈ છે. એક અધિકારીએ કહ્યું અત્યાર સુધી MSRTCના 67,904 કર્મીઓમાં 21,644 કર્મી કામ પર પરત આવ્યા છે. કુલ 122 ડેપો કામ કરી રહ્યા છે, જ્યારે 129 ડેપો ચાલી રહ્યા નથી.

Maharashtra: MSRTCએ 230 કર્મીઓને બરતરફ કરવા નોટિસ ઈશ્યુ કરી, 28 ઓક્ટોબરથી કર્મચારી છે હડતાલ પર
File Image

Follow us on

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (Maharashtra State Road Transport Corporation)એ મંગળવારે 230 કર્મીઓને નોટીસ ઈશ્યુ કરી અને તેમને પૂછ્યુ કે તેમની સેવાઓ સમાપ્ત કેમ ના કરવામાં આવે. MSRTCને રાજ્ય સરકાર સાથે મર્જ કરવાની માંગણી સાથે કર્મચારીઓ 28 ઓક્ટોબરથી હડતાળ પર છે.

 

 

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

9 નવેમ્બરથી તેમનું આંદોલન ઝડપી બન્યુ હતું અને 250 ડેપોમાંથી બસ સેવાઓ અટકી ગઈ છે. એક અધિકારીએ કહ્યું અત્યાર સુધી MSRTCના 67,904 કર્મીઓમાં 21,644 કર્મી કામ પર પરત આવ્યા છે. કુલ 122 ડેપો કામ કરી રહ્યા છે, જ્યારે 129 ડેપો ચાલી રહ્યા નથી.

 

 

મંગળવારે સાંજે 6 વાગ્યા સુધી અમે 250 બસ સેવાઓ સંચાલિત કરી છે અને મુસાફરોની સંખ્યા પણ વધી છે. રાજ્ય સરકારે હડતાળ કરી રહેલા કામદારોના વેતન વધારાને મંજૂરી આપી છે અને અન્ય ઘણી માંગણીઓ પર ધ્યાન આપવાની ખાતરી આપી છે, જો કે સરકારે મર્જર પર વિચાર કરવાનો ઈન્કાર કરી દીધો છે.

 

 

કમિટીના રિપોર્ટ આવ્યા બાદ જ થશે મર્જર

કર્મચારીઓની હડતાલ ખત્મ કરવા માટે શુક્રવારે પરિવહન મંત્રી પરબે એસટી મહામંડળના મુખ્યાલયમાં બેઠક કરી હતી. બેઠક બાદ પરબે કહ્યું કે કર્મચારીઓના વેતન વૃદ્ધિના નિર્ણયનો લેખિત આદેશ આપવામાં આવી ચૂક્યો છે. તેમને વેતન વધારીને મળશે. રહી વાત એસટી મહામંડળના રાજ્ય સરકારમાં વિલીનીકરણની તો, તેની પર અભ્યાસ કરવા માટે બોમ્બે હાઈકોર્ટના આદેશ પર સમિતિ બનાવવામાં આવી છે. સમિતિના રિપોર્ટ આવ્યા બાદ જ વિલીનીકરણ થઈ શકશે.

 

શક્ય તેટલી વહેલી તકે કામ પર પાછા ફરો

શુક્રવારે એસટી મહામંડળના 73,438 કર્મચારી હડતાલમાં સામેલ થયા. જ્યારે 18,828 કર્મચારીઓએ કામ કર્યુ, દિવસભરમાં 1,331 બસ રસ્તા પર ઉતરી હતી. પરિવહન મંત્રી પરબે કહ્યું કે હડતાલમાં સામેલ એસટી કર્મચારીઓની વચ્ચે ઘણા પ્રકારની અફવા ફેલાવવામાં આવી રહી છે. એવો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે 60 દિવસ હડતાલ ચાલુ રહી તો મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને રાજીનામું આપવું પડશે પણ હું એસટી કર્મચારીઓને સ્પષ્ટ કહેવા માંગુ છું કે એવો કોઈ કાયદો નથી, તેથી કર્મચારી અફવા પર વિશ્વાસ ના કરે. તેમના માટે સારૂ રહેશે કે તે શક્ય તેટલી વહેલી તકે કામ પર પાછા ફરે, જેથી લોકોની મુશ્કેલીઓને ખત્મ કરવામાં આવી શકે.

 

 

આ પણ વાંચો: ગુજરાતીઓ મોબાઇલ ફોન રાખવામાં પણ અગ્રેસર, સર્વેમાં સામે આવી વિગતો

 

 

આ પણ વાંચો: શરદ પવાર અને ફારૂક અબ્દુલ્લા સહિત વિપક્ષી નેતાઓએ સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, સંસદમાં સરકારને ઘેરવાની બનાવી રણનીતિ

Next Article