મહારાષ્ટ્રના (Maharashtra) કલ્યાણની એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં પ્રેમ સંબંધી તકરાર દરમિયાન કારમાં સવાર એક વ્યક્તિને ટક્કર મારીને અને તેને બોનેટ પર ખેંચતો જોઈ શકાય છે. પોલીસે જણાવ્યું કે ઘટનાની જાણકારી લીધા બાદ કેસ નોંધવામાં આવી રહ્યો છે અને આરોપીની શોધ ચાલી રહી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના ગુરુવારે બની હતી જ્યારે કલ્યાણ (પશ્ચિમ)ના આધારવાડી ચોકમાં પ્રેમ સંબંધી વિવાદ પર બે લોકો વચ્ચે ઝઘડો થયો હતો. નવી મુંબઈનો રહેવાસી પ્રવીણ ચૌધરી ગુરુવારે તેના મિત્રને મળવા આવ્યો હતો.
આ દરમિયાન કોઈ કારણસર પ્રવીણથી નારાજ ત્રિવેશ પણ ત્યાં પહોંચી ગયો હતો અને બંને વચ્ચે બોલાચાલી થવા લાગી હતી. આ પછી જ્યારે પ્રવીણ ત્યાંથી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે ત્રિવેશ તેની કારની સામે ઉભો રહી ગયો હતો. પરંતુ પ્રવીણે કાર રોકી નહીં અને તેણે કાર આગળ ચલાવી દીધી. આ સમગ્ર ઘટનાને સ્થાનિક લોકોએ મોબાઈલમાં રેકોર્ડ કરી હતી અને હવે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.
Road Rage in Mumbai Metropolitan Region !
Road Rage Happens When There is no Respect & fear of Law and Order ..
Look at How Fearlessly the Car Driver was driving and was Ready to Crush the person..
Who's Failure is this ? Home Minister or Department?pic.twitter.com/dhxjvwIGQI
— Krunal Goda (@Krunal_Goda) March 4, 2022
પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યારે પ્રવીણે કારને આગળ ધપાવી તો ત્રિવેશ તેના કારણે બોનેટ પર ફસાઈ ગયો. આવી સ્થિતિમાં પણ પ્રવીણે કાર ન રોકી, ત્રિવેશ થોડા અંતર સુધી આ રીતે જ રહ્યો, પરંતુ પછી તે પડી ગયો. તેમ છતા પણ અહીં પ્રવીણ અટક્યા વિના સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આ ઘટનાને જોતા કલ્યાણ ટ્રાફિક વિભાગે પ્રવીણ સામે કાર્યવાહી હાથ ધરી છે. તે જ સમયે, સ્થાનિક ખડકપાડા પોલીસ સ્ટેશન જેના અધિકારક્ષેત્ર હેઠળ આ ઘટના બની હતી, તે હજુ પણ આ મામલે તપાસ કરી રહી છે, તેણે ગુનો નોંધ્યો નથી.
આ પણ વાંચો : PM મોદી 6ઠ્ઠી માર્ચે પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું લોકાર્પણ અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું કરશે અનાવરણ
Published On - 8:46 pm, Sat, 5 March 22