મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા જમીલ શેખની ગોળી મારી હત્યા

|

Nov 23, 2020 | 11:49 PM

આજે બપોરે થાણેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા જમીલ શેખની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. મોટરસાયકલ પર સવાર બે અજાણ્યા શખ્સોએ શેખનો પીછો કર્યો અને તેના માથામાં ગોળી મારી દીધી. બાદમાં શેખને ગંભીર હાલતમાં જૂપીટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને મુંબઈની જે.જે હોસ્પિટલમાં ખસેડાયા હતા. મનસેના થાણે પાલઘર જિલ્લા પ્રમુખ અવિનાશ જાધવે […]

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા જમીલ શેખની ગોળી મારી હત્યા
ફાઈલ ફોટો

Follow us on

આજે બપોરે થાણેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા જમીલ શેખની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. મોટરસાયકલ પર સવાર બે અજાણ્યા શખ્સોએ શેખનો પીછો કર્યો અને તેના માથામાં ગોળી મારી દીધી. બાદમાં શેખને ગંભીર હાલતમાં જૂપીટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને મુંબઈની જે.જે હોસ્પિટલમાં ખસેડાયા હતા. મનસેના થાણે પાલઘર જિલ્લા પ્રમુખ અવિનાશ જાધવે ટીવી નાઈન સાથે વાતચીતમાં કહ્યું કે આ કેસમાં પોલીસે આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવી જોઈએ, નહીં તો મનસે કાયદાને પોતાના હાથમાં લેશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

થાણેના રાબોળી વિસ્તારમાં રહેતા જમીલ શેખ મનસેના વોર્ડ પ્રમુખ તરીકે કામ કરતા હતા. તે બપોરના સમયે તે વિસ્તારમાં હાજર હતા. ત્યારે ટુ વ્હીલર પર બે શખ્સોએ તેમનો પીછો કર્યો અને પાછળ બેઠેલા માણસે શેખના‌ માથા પર ગોળી મારી દીધી. ત્યારબાદ હુમલો કરનારાઓ ઘટના સ્થળેથી ભાગી ગયા. શેખને ગંભીર હાલતમાં થાણેની જુપિટર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંના ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જે.જે.હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દરમિયાન પોલીસે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને અજાણ્યા હુમલાખોરોની શોધખોળ કરવામાં આવી રહી છે, અગાઉ પણ એમએનએસના વોર્ડ પ્રમુખ જમીલ શેખ પર હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસે કોઈ સુરક્ષા આપી નહોતી. મનસે થાણે પાલઘર જિલ્લા પ્રમુખ અવિનાશ જાધવે ચેતવણી આપી છે કે આ હુમલા પાછળ ક્લસ્ટર પ્લાનનો હાથ છે અને પોલીસે કાયદાને પોતાના હાથમાં લેવા મનસે દબાણ ન કરવી જોઈએ.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article