મહારાષ્ટ્રના નાંદેડથી આવ્યા દર્દનાક સમાચાર, 5000 પ્રસુતિ કરાવનાર મહીલાનું પોતાની પ્રસુતિ વખતે થયું મોત

|

Nov 16, 2021 | 7:10 PM

તેણે પ્રેગ્નન્સીના છેલ્લા દિવસો સુધી કામ કર્યું અને પછી તે ડિલિવરી માટે ગઈ. બાળકના જન્મ પછી તે મેટરનીટી લીવ પર જવાની હતી.

મહારાષ્ટ્રના નાંદેડથી આવ્યા દર્દનાક સમાચાર, 5000 પ્રસુતિ કરાવનાર મહીલાનું પોતાની પ્રસુતિ વખતે થયું મોત
symbolic picture

Follow us on

છેલ્લા પાંચ વર્ષમાં તેમણે 5,000 મહિલાઓની સુરક્ષિત ડિલિવરી કરાવી હતી. જ્યારે પોતાનો વારો આવ્યો, ત્યારે ડિલિવરી પછી ઊભી થયેલી મુશ્કેલીઓને કારણે (complications arising after delivery) તેણે જીવ ગુમાવ્યો હતો. અમે વાત કરી રહ્યા છીએ એક એવી નર્સની (nurse) જેણે અત્યાર સુધી ઘણી મહિલાઓની સુરક્ષિત ડિલિવરી કરાવી છે. પરંતુ બીજા બાળકને જન્મ આપ્યા બાદ તે પોતાનો જીવ બચાવી શકી ન હતી.

ડિલિવરી પછી તેને ન્યુમોનિયા (pneumonia) થયો. તેથી જ તેને હિંગોલીની સરકારી હોસ્પિટલમાંથી નાંદેડની (Nanded) ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં તેને વેન્ટિલેટર (ventilator) પર રાખવામાં આવી હતી. પરંતુ તેની તબિયત સતત બગડતી રહી અને આખરે રવિવારે (14 નવેમ્બરે) તેનું અવસાન થયું.

હિંગોલીની હોસ્પિટલમાં તેની સાથે કામ કરતી નર્સોએ જણાવ્યું કે તેમની હોસ્પિટલમાં દરરોજ લગભગ 15 કેસ આવે છે. લગભગ પાંચ વર્ષની તેની સેવામાં, તેમણે લગભગ 5000 ડિલિવરીમાં મદદ કરી હશે. એક સ્વાસ્થ્ય અધિકારીએ મંગળવારે તેમના મૃત્યુની માહિતી આપી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પ્રસુતિ સમયે જીવ બચાવનારનું પ્રસુતિ વખતે જ મૃત્યુ થયું

હિંગોલી જિલ્લામાં રહેતી 38 વર્ષીય જ્યોતિ ગવલીએ 2 નવેમ્બરે હિંગોલી સિવિલ હોસ્પિટલમાં તેના બીજા બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ ડિલિવરી પછી, તેની સાથે કેટલીક મુશ્કેલીઓ શરૂ થઈ. જે બાદ તેને ન્યુમોનિયા થયો હતો. જેના કારણે તેને હિંગોલીની સિવિલ હોસ્પિટલમાંથી નાંદેડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પરંતુ અહીં આવ્યા પછી પણ તેની તબિયત સતત બગડતી રહી. તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. પરંતુ સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો. તેની તબિયત સતત બગડતી રહી અને આખરે રવિવારે તેનું અવસાન થયું. મૃત્યુનું કારણ ન્યુમોનિયા અને ડિલિવરી પછી ઉભી થયેલી સમસ્યાઓ છે.

જ્યોતિ ગવલીએ ગર્ભાવસ્થાના અંતિમ દિવસો સુધી ફરજ બજાવી હતી

જ્યોતિ ગવલી હિંગોલી સિવિલ હોસ્પિટલના ‘ડિલિવરી વોર્ડ’માં તૈનાત હતી. તેના સાથીદારો તેના વિશે કહે છે કે તે ખૂબ જ ખુશખુશાલ અને મૈત્રીપૂર્ણ સ્વભાવની હતી. તે ફક્ત તેના સાથીદારો સાથે જ નહીં પણ દર્દીઓ સાથે પણ સરળતાથી ભળી જતી હતી. પ્રસૂતિના મહિનાઓ પછી પણ મહિલાઓ તેને મળવા આવતી હતી. તેણે પ્રેગ્નન્સીના છેલ્લા દિવસો સુધી કામ કર્યું અને પછી તે ડિલિવરી માટે ગઈ હતી. બાળકના જન્મ પછી તે મેટરનીટી લીવ પર જવાની હતી.

છેલ્લા બે વર્ષથી તે હિંગોલી સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતી હતી. આ પહેલા તેણે અન્ય આરોગ્ય કેન્દ્રોમાં ત્રણ વર્ષ સુધી કામ કર્યું હતું. 2 નવેમ્બરે તેણે એક બાળકને જન્મ આપ્યો. તે દિવસથી જ તેની સાથે સ્વાસ્થ્ય સમસ્યાઓ શરૂ થઈ હતી. તેને તાત્કાલિક નજીકમાં નાંદેડ જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ તેને બચાવી શકાય ન હતી. રવિવારે તેનું અવસાન થયું હતું.

આ પણ વાંચો :  Aryan Khan Drug Case: નવાબ મલિકનો નવો ખુલાસો, ગોસાવી અને કાશિફ ખાનની વોટ્સએપ ચેટ શેર કરી પૂછ્યું- આની સાથે સમીર વાનખેડેનો શું સંબંધ છે?

Next Article