રાજકીય ખેંચતાણ યથાવત : મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીએ BMCની ‘આશ્રય યોજના’ની તપાસના આપ્યા આદેશ

|

Jan 02, 2022 | 4:05 PM

રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ શિવસેનાને મોટો ઝટકો આપતા BMCની આશ્રય યોજનાની તપાસના આદેશ આપ્યા છે. તમને જણાવી દઈએ કે, ભાજપનો આરોપ છે કે BMCની આશ્રય યોજનામાં 1 હજાર 800 કરોડનું કૌભાંડ થયું છે.

રાજકીય ખેંચતાણ યથાવત : મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીએ BMCની આશ્રય યોજનાની તપાસના આપ્યા આદેશ
CM Uddhav Thackeray and Governor Koshyari (File Photo)

Follow us on

Maharashtra : મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર (CM Uddhav Thackeray)  ફરી એકવાર મુશ્કેલીઓમાં ઘેરાઈ છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ (Governor Koshyari)  હવે રાજ્યમાં BMC કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવેલી આશ્રય યોજના અંગે ચિંતિત છે. તેણે શિવસેનાને મોટો ફટકો આપતા BMCની “આશ્રય યોજના”ની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં રાજ્યપાલે મહારાષ્ટ્રના લોકાયુક્તને આ મામલે તપાસ કરવાનો આદેશ આપતા શિવસેના (Shiv Sena) પર ચિંતાના વાદળો ઘેરાયા છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે ભાજપે આરોપ લગાવ્યો છે કે BMCની આશ્રય યોજનામાં 1 હજાર 800 કરોડનું કૌભાંડ થયું છે.

ઉપરાંત આ મામલે ભાજપે આરોપ લગાવ્યો છે કે BMCની “આશ્રય યોજના” સંબંધિત CVC (Central Vigilance Commission)ના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ નિયમો મુજબ જો એક જ સહભાગી ટેન્ડરમાં ભાગ લે તો ટેન્ડર પાછું લેવામાં આવે પરંતુ શિવસેના આવુ કર્યુ નથી. તમને જણાવી દઈએ કે, આશ્રય યોજના હેઠળ ઉદ્ધવ સરકાર BMC કર્મચારીઓ માટે ક્વાર્ટર બનાવી રહી હતી.

ભાજપે 1800 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો

રાજ્યમાં હાલ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને કોશ્યારી વચ્ચે ખેંચતાણ જોવા મળી રહ્યુ છે. બીજી તરફ વિપક્ષી પાર્ટી ભાજપે આરોપ લગાવ્યો છે કે BMC અને શિવસેનાએ 1800 કરોડ રૂપિયાનું જંગી કૌભાંડ કર્યું છે. હાલ ભાજપે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળીને આ મામલે ફરિયાદ કરી હતી અને લોકાયુક્તને સમગ્ર મામલાની તપાસ કરાવવાની માંગ કરી હતી. જો કે, હવે આ મામલે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ પણ BMCની “આશ્રય યોજના”ની તપાસ કરવાનો આદેશ આપતા શિવસેનામાં નારાજગી જોવા મળી રહી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

શિવસેનાએ ગયા વર્ષે મંદિર વિવાદને લઈને રાજ્યપાલ કોશ્યરી પર નિશાન સાધ્યુ હતુ

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે મહારાષ્ટ્રમાં મંદિર ખોલવાના મુદ્દે શિવસેના અને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી વચ્ચે વિવાદ વણસ્યો હતો. જ્યારે રાજ્યપાલ કોશ્યારીએ મંદિર ખોલવાને લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્ર બાદ શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા કોશિયારી પર નિશાન સાધ્યું હતુ. તેના પર પ્રહાર કરતા શિવસેના દ્વારા લખવામાં આવ્યુ હતુ કે, ‘ભાજપના પેટમાં દુઃખાવો થઈ રહ્યો છે, પરંતુ બંધારણીય પદ પર બેઠેલા વ્યક્તિને પણ તેને કારણે લેબર પેઈન થાય, તે ગંભીર છે.

 

આ પણ વાંચો : Maharashtra : રાજ્યમાં ‘બુલ્લી બાઈ’ એપને લઈને હંગામો, ગૃહપ્રધાન સતેજ પાટિલે આપ્યુ મોટુ નિવેદન

Next Article