મહારાષ્ટ્ર (Maharashtra) સરકાર રાજ્યની વિધાનસભામાં OBC આરક્ષણ બિલ રજૂ કરવાની યોજના બનાવી રહી છે. સરકાર આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં બીજા ઓબીસી અનામતને (OBC Reservation) સુરક્ષિત કરવા માટે આ પગલું ભરવા જઈ રહી છે. સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ઓબીસી અનામતને લઈને વિરોધ પક્ષોના સતત વિરોધ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે આજે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ બિલ સોમવારે બંને ગૃહમાં રજૂ કરવામાં આવશે. આગામી નાગરિક ચૂંટણીઓમાં OBC ક્વોટાને સુનિશ્ચિત કરવા માટે, રાજ્ય કેબિનેટ નવા કાયદાકીય બિલને મંજૂરી આપવા માટે વિધાનસભામાં આ બિલ રજૂ કરશે.
સમાચાર એજન્સી ANI અનુસાર, અજિત પવારે કહ્યું કે મહા વિકાસ આઘાડી સરકાર ચોક્કસપણે આગામી નાગરિક ચૂંટણીમાં OBC આરક્ષણ બિલ રજૂ કરવાના પક્ષમાં છે. તેમણે કહ્યું કે આજે મળનારી કેબિનેટની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે અને સોમવારે બંને ગૃહોમાં આ બિલ રજૂ કરવામાં આવશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારે મધ્યપ્રદેશ સરકાર પાસે આ વિશે માહિતી માંગી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર પણ મધ્યપ્રદેશને તેનાથી કેવી રીતે ફાયદો થયો તે અંગે એક બિલ તૈયાર કરી રહ્યું છે.
અજિત પવારે કહ્યું કે કેબિનેટમાં આ બિલને મંજૂરી આપવામાં આવશે. જે બાદ સોમવારે ગૃહમાં OBC આરક્ષણ બિલ રજૂ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ અંગે મુખ્ય સચિવને સૂચના આપી છે. આજે મળનારી કેબિનેટ બેઠકમાં આ બિલ પર ચર્ચા કરવામાં આવશે. જે બાદ તેને સોમવારે ગૃહમાં રજૂ કરવામાં આવશે.
Maharashtra CM Uddhav Thackeray will chair the state cabinet meeting today at 6 pm. The cabinet will discuss the OBC reservation issue.
(File pic) pic.twitter.com/sPX1tDdwEn
— ANI (@ANI) March 4, 2022
જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર OBC આરક્ષણ પર પછાત વર્ગ આયોગના અહેવાલને ફગાવી દીધો છે. રાજ્ય સરકાર માટે આને મોટા આંચકા તરીકે જોવામાં આવી રહ્યું છે. મહાવિકાસ આઘાડી સરકાર આને લઈને ભાજપ પર પ્રહારો કરી રહી છે. હવે રાજ્ય સરકાર મોટો નિર્ણય લેવા જઈ રહી છે. ઓબીસી આરક્ષણ બિલને ગૃહમાં રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે.
આ પણ વાંચો : Maharashtra: રાજ્યપાલના નિવેદનનો વિવાદ, આ ધારાસભ્યએ વિરોધ દર્શાવવા કર્યુ શીર્ષાસન, જુઓ વીડિયો