મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ (Mumbai)ના ઘાટકોપર (Ghatkopar) વિસ્તારમાં એક ગોડાઉનમાં આગ (Fire) લાગવાના સમાચાર સામે આવ્યા છે. ઘટનાસ્થળ પર હાલમાં ફાયર વિભાગની 8 ગાડીઓ પહોંચી ગઈ છે અને ફાયર વિભાગના કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
Maharashtra: Fire breaks out a godown in Ghatkopar area of Mumbai; 8 fire engines rushed to the spot.
— ANI (@ANI) January 3, 2022
આગ એટલી ભયાનક હતી કે આસપાસના વિસ્તારમાં ધુમાડો જોવા મળ્યો હતો. આ ઘટના સોમવારે સવારની છે. જે ગોડાઉનમાં આગ લાગી છે, તે ઘાટકોપર વિસ્તારમાં આવેલુ છે. ત્યારે ફાયરવિભાગના કર્મીચારી દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં હાલમાં કોઈ પ્રકારની કોઈ જાનહાનિના સમાચાર નથી.
મુંબઈના વિલે પાર્લે વિસ્તારની એક ત્રણ માળની બિલ્ડિંગમાં પણ હાલમાં બિલ્ડિંગના પ્રથમ માળ પર ભીષણ આગ લાગી હતી. તેની વચ્ચે મુંબઈના પવઈમાં એક કાર શોરૂમના ગેરેજમાં આગની ઘટના બની હતી. ઘટનામાં કોઈ પણ પ્રકારી કોઈ જાનહાનિ થઈ નહતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પવઈના સાકી વિહાર રોડ સ્થિત સાઈ ઓટો હોન્ડાઈ શોરૂમના ગેરેજમાં સવારે આગ લાગી હતી. ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે ફાયર વિભાગની 5 ગાડીઓ, પાણીના ટેન્કર અને ફાયર વિભાગના કર્મચારીઓને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા.
ડિસેમ્બર મહિનામાં નવી મુંબઈના તુર્ભે વિસ્તારના MIDCમાં આગ લાગી હતી. જેમાં પાર્કિગમાં મુકેલી 40થી 45 BMW ગાડી બળીને ખાક થઈ ગઈ હતી. BMW કારના શો રૂમમાં લાગેલી આ આગની માહિતી મળતા જ ફાયર વિભાગની ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી પણ આગ એટલી ભયાનક હતી કે તેની પર કાબુ મેળવવા માટે 6-7 કલાક લાગ્યા હતા. 10 જેટલા ફાયર એન્જિનની મદદથી આગ પર કાબૂ મેળવી શકાયો હતો પણ પાર્કિગમાં મુકેલી BMW ગાડીઓ બળીને ખાક થઈ ગઈ.
Published On - 11:35 am, Mon, 3 January 22