મહારાષ્ટ્રમાં એનડીએની જીત પર ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યિ આજે મહારાષ્ટ્રમાં વિકાસવાદની જીત થઈ છે. મહારાષ્ટ્રમાં સુશાસનની જીત થઈ છે. મહારાષ્ટ્રમાં સાચા સામાજિત ન્યાયની જીત થઈ છે. તો આજે મહારાષ્ટ્રમાં અસત્ય, છલ, કપટ, ફરેબ સંપૂર્ણ રીતે હાર્યો છે. વિ્ભાજનકારી તાકતો હારી છે. નેગેટિવ પોલિટિક્સનો પરાજય થયો છે. આજે પરિવારવાદની હાર થઈ છે.
Development wins!
Good governance wins!
United we will soar even higher!
Heartfelt gratitude to my sisters and brothers of Maharashtra, especially the youth and women of the state, for a historic mandate to the NDA. This affection and warmth is unparalleled.
I assure the…
— Narendra Modi (@narendramodi) November 23, 2024
તેમના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુ આજે દેશના અનેક રાજ્યોમાં પેટાચૂંટણીના પરિણામો પણ આવી ગયા છે અને લોકસભાની વધુ એક સીટ વધી ગઈ છે. યુપી. ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાજપનું સમર્થ કર્યુ છે. અસમના લોકોએ ભાજપ પર ફરી એકવાર વિશ્વાસ મુક્યો છે. મધ્યપ્રદેશમાં પણ ભાજપને સફળતા મળી છે. બિહારમાં પણ એનડીએનુ સમર્થન વધ્યુ છે. આ જ બતાવે છે કે દેશ હવે માત્ર ને માત્ર વિકાસ ઈચ્છે છે.
પીએમ મોદીએ કહ્યુ છેલ્લા 50 વર્ષમાં કોઈપણ પાર્ટી કે કોઈપણ ગઠબંધન માટે આ સૌથી મોટી જીત છે. આ સતત ત્રીજીવાર એવુ બન્યુ છે કે ભાજપની લીડરશઈપમાં કોઈ ગઠબંધને મહારાષ્ટ્રમાં આશીર્વાદ મળ્યા છે. આ સતત ત્રીજીવાર બન્યુ છે કે ભાજપ મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. આ ઐતિહાસિક છે અને ભાજપના ગવર્નનેન્સ મોડલ પર મોહર લગાવી છે. એકલા ભાજપને જ કોંગ્રેસ અને તેની સગયોગી પાર્ટી કરતા અનેકગણી બેઠકો મહારાષ્ટ્રની જનતાએ આપી છે. આ જ બતાવે છે કે જ્યારે સુશાસનની વાત આવે છે તે દેશ માત્ર ને માત્ર ભાજપર અને એનડીએ પર વિશ્વાસ મુકે છે.
માતૃભાષાના મહત્વ પર ભાર મૂકતા પીએમ મોદીએ કહ્યું કે માતૃભાષાનું સન્માન આપણી માતાનું સન્માન છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે જ્યારે ભારત વિકાસ અને વિરાસત બંનેને સાથે લઈ જાય છે ત્યારે સમગ્ર વિશ્વ તેનું સન્માન કરે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી 5 વર્ષમાં મહારાષ્ટ્ર વિકાસ અને વારસાના મંત્ર સાથે ઝડપી ગતિએ આગળ વધશે.
પીએમ મોદીએ કહ્યું કે આજે મહારાષ્ટ્રના જનાદેશનો વધુ એક સંદેશ છે, સમગ્ર દેશમાં માત્ર એક જ બંધારણ ચાલશે. એ બંધારણ એ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ છે, ભારતનું બંધારણ છે, જે કોઈ દેશમાં બે બંધારણની સામે કે પડદા પાછળ વાત કરશે, દેશ તેને સંપૂર્ણ રીતે નકારશે. કોંગ્રેસના લોકો અને તેમના સાથીઓ, સાંભળો, દુનિયાની કોઈ શક્તિ કલમ 370 પાછી લાવી શકે નહીં.
પીઅમ મોદીએ કહ્યુ, હું ઝારખંડનની જનતાને નમન કરુ છુ. ઝારખંડના ઝડપી વિકાસ માટે અમે હવે વધુ મહેનતથી કામ કરીશુ. તેમાં ભાજપનો એકે-એક કાર્યકર્તા તેના તમામ પ્રયાસ કરશે.
પીએમ મોદીએ કહ્યુ, હરિયાણા બાદ આ ચૂંટણીમાં સૌથી મોટો સંદેશ એક્તા છે. ‘એક હે તો સેફ હે’ દેશનો મહામંત્ર બની ગયો છે.
મહારાષ્ટ્ર ના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:03 pm, Sat, 23 November 24