
મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા બાદ આજે અજિત પવારના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. બારામતીમાં ક્રેશ થયેલા વિમાનમાં સવાર તમામ પાંચ લોકોના મોત થયા હતા, જેમાં અજિત પવાર, તેમના અંગત સુરક્ષા અધિકારી, એક સહાયક અને બે ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર સરકારે ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે.
#WATCH | Baramati | Union Home Minister Amit Shah, Union Minister Nitin Gadkari, Maharashtra CM Devendra Fadnavis and Goa CM Pramod Sawant attend the last rites of Maharashtra Deputy CM Ajit Pawar pic.twitter.com/sw6EKImERI
— ANI (@ANI) January 29, 2026
એનસીપી નેતા અજિત પવાર પંચતત્વમાં વિલન થયા છે.અજિત પવારના દીકરા પાર્થ પવાર અને જય પવારે પોતાના પિતાને મુખાગ્ની આપી હતી.તમને જણાવી દઈએ કે,મહારાષ્ટ્રની રાજનીતિના દિગ્ગજ અજિત પવાર છેલ્લા 13 વર્ષમાં પાંચ વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તે મહારાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
#WATCH | Maharashtra Deputy CM Ajit Pawar’s sons, Parth and Jay, perform the last rites rituals of their father, in Baramati pic.twitter.com/ahESsl7i8a
— ANI (@ANI) January 29, 2026
અજિત અનંતરાવ પવારનો જન્મ 22 જુલાઈ 1959ના રોજ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં થયો હતો. તે એનસીપી પ્રમુખ શરદ પવારનો મોટો ભાઈ અનંતરાવ પવારનો દીકરો છે. અજિત પવારે રાજકીય સફરની શરુઆત 1982માં માત્ર 20 વર્ષની ઉંમરે કરી હતી. તેમણે સૌથી પહેલા એક ખાંડની સહકારી સંસ્થાની ચૂંટણી લડી હતી.
મહારાષ્ટ્રના DyCM અને NCPના વડા અજિત પવારનું 28 જાન્યુઆરીના રોજ નિધન થયું છે, પ્લેનમાં કુલ 6 લોકો સવાર હતા. લો વિઝિબિલિટીના કારણે આ ઘટના બની છે. જ્યાં આ અકસ્માત સર્જાયો છે. તે દુર્ઘટના સ્થળે મોટી સંખ્યામાં આસપાસના લોકો પહોંચ્યા હતા. અજિત પવાર આજે સવારે મુંબઈ થી બારામતી માટે વિમાન દ્વારા રવાના થયા હતા. બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું હતું.આ એક પ્રાઈવેડટ કંપનીનું વિમાન હતું. ચાર્ટર્ડ વિમાન બારામતી એરપોર્ટ પર ઉતરતી વખતે ક્રેશ થયું હતું.