Maharashtra : ઓમિક્રોનના જોખમને પગલે Dy CM અજીત પવારે કેન્દ્ર સરકાર પર સાધ્યુ નિશાન, ઉઠાવ્યા આ સવાલો

|

Dec 09, 2021 | 3:36 PM

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1040 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં 64,89,720 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

Maharashtra : ઓમિક્રોનના જોખમને પગલે Dy CM અજીત પવારે કેન્દ્ર સરકાર પર સાધ્યુ નિશાન, ઉઠાવ્યા આ સવાલો
Ajit Pawar

Follow us on

Maharashtra : મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે (Dy CM Ajit Pawar) કહ્યું કે, ઓમિક્રોનના (Omicron) જોખમને રોકવા માટે સરકારે  તમામ રાજ્યોમાં આંતરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંઘ લગાવવો જોઈએ.કારણ કે, માત્ર મુંબઈમાં જ આંતરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ચાલુ નથી. લોકો એક રાજ્યમાંથી કનેક્ટ ફ્લાઈટ દ્વારા બીજા રાજ્યમાં પહોંચી શકે છે, કેન્દ્ર સરકારે આ અંગે વિચારવાની જરૂર છે.

રાહુલ ગાંધીની (Rahul Gandhi) મુંબઈ સભાને લઈને અજિત પવારે કહ્યું કે, જો ઓમિક્રોનના મામલા આ રીતે વધતા રહેશે તો સરકારે પરવાનગી અંગે પણ વિચારવું પડશે. તમને જણાવી દઈએ કે, 28 ડિસેમ્બરના રોજ મુંબઈમાં રાહુલ ગાંધીની એક સભા યોજાવા જઈ રહી છે.

ઓમિક્રોનનો કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો

જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું

સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યુ કે, મહારાષ્ટ્રમાં બુધવારે એક દિવસમાં કોરોનાના (Corona Case) 893 નવા કેસ સામે આવ્યા અને 10 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં, ઓમિક્રોનનો કોઈ કેસ નોંધાયો નથી. કોરોનાના નવા કેસ સાથે, સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 66,40,888 પર પહોંચી છે અને મૃતકોની સંખ્યા 1,41,204 થઈ છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે રાજ્યમાં કોરોનાના 669 કેસ નોંધાયા હતા અને 19 લોકોના મોત થયા હતા.

તમને જણાવી દઈએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1040 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ રીતે અત્યાર સુધીમાં 64,89,720 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 6,63,88,902 લોકોનુ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારે તપાસ કરવી જોઈએ

ઉપરાંત બિપિન રાવતના મૃત્યુ પર અજિત પવારે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) પહેલેથી જ હેલિકોપ્ટરનું ઓડિટ કરી રહી છે કારણ કે અગાઉ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ આ પ્રકારની દુર્ઘટના ઘટી હતી.વધુમાં તેમણે કહ્યું કે જે હેલિકોપ્ટર સાથે અકસ્માત થયો છે તે સારી ગુણવત્તાનું છે, દેશના વીઆઈપી લોકો આમાં મુસાફરી કરે છે, છતાં આવી ઘટના કેમ બની છે. કેન્દ્ર સરકાર ચોક્કસપણે આ અંગે તપાસ કરાવી જોઈએ.

 

આ પણ વાંચો : શું મહારાષ્ટ્રની બહાર પણ કોંગ્રેસ અને શિવસેના કરશે ગઠબંધન ? પ્રિયંકા ગાંધીને મળ્યા બાદ સંજય રાઉતે આપ્યા સંકેત

આ પણ વાંચો : Maharashtra: પ્રથમ ઓમિક્રોન કેસનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી મળી રજા, 7 દિવસ ક્વોરેન્ટાઈન રહેવાની સલાહ

Next Article