Maharashtra Corona Updates: મહારાષ્ટ્રમાં ફરી વધી કોરોનાની રફ્તાર, મંગળવારે લગભગ 3 હજાર નવા કેસ આવ્યા, 4 દર્દીઓના મોત

|

Jun 14, 2022 | 10:57 PM

મુંબઈ પછી સૌથી વધુ સક્રિય દર્દીઓ મુંબઈની આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. થાણેમાં 3,403 સક્રિય દર્દીઓ મળી આવ્યા હતા. એટલે કે ફરી એકવાર મુંબઈ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે.

Maharashtra Corona Updates: મહારાષ્ટ્રમાં ફરી વધી કોરોનાની રફ્તાર, મંગળવારે લગભગ 3 હજાર નવા કેસ આવ્યા, 4 દર્દીઓના મોત
Maharashtra Corona Update
Image Credit source: File Image

Follow us on

મહારાષ્ટ્રમાં કોરોના (Maharashtra Corona Updates)ની ઝડપ બેકાબૂ બની રહી છે. મંગળવારે રાજ્યમાં કોરોનાના કેસ ત્રણ હજારને આંબી ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના (Coronavirus) 2,956 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યમાં આજે 4 લોકોના મોત પણ થયા છે. હાલમાં રાજ્યમાં કોરોના મૃત્યુ દર 1.86 ટકા છે. સૌથી વધુ કેસ મુંબઈમાંથી (Mumbai Covid Cases) નોંધાયા છે. મુંબઈમાં કોરોનાના 1,724 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન રાજ્યમાં 2,165 લોકો કોરોનાથી સ્વસ્થ પણ થયા છે. હાલમાં રાજ્યમાં રિકવરી રેટ 97.9 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 77,49,276 લોકો કોરોનાથી સાજા થયા છે.

મહારાષ્ટ્રમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. રાજ્યમાં આજે કુલ 18,267 સક્રિય દર્દીઓ મળી આવ્યા હતા. મુંબઈમાં સૌથી વધુ સક્રિય કોરોના દર્દીઓ જોવા મળ્યા હતા. મુંબઈમાં સક્રિય દર્દીઓની સંખ્યા 11,813 નોંધાઈ છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

મુંબઈ પછી થાણેમાં સૌથી વધુ સક્રિય દર્દીઓ

મુંબઈ પછી સૌથી વધુ સક્રિય દર્દીઓ મુંબઈની આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. થાણેમાં 3,403 સક્રિય દર્દીઓ મળી આવ્યા હતા. એટલે કે ફરી એકવાર મુંબઈ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. BMC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મંગળવારે મુંબઈમાં 1,724 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા એક દિવસમાં 1,240 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં 10, 52, 201 લોકો કોરોનાથી સાજા થયા છે. હાલમાં મુંબઈમાં રિકવરી રેટ 97 ટકા છે. કોરોનાનો ડબલિંગ રેટ 458 દિવસ થઈ ગયો છે. 7થી 13 જૂન દરમિયાન કોરોના ગ્રોથ રેટ 0.149 ટકા રહ્યો છે.

BMCએ ટ્વીટ કર્યું, મુંબઈમાં 1,724 કોરોના દર્દીઓ મળ્યા

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા પ્રકાર BA 5ના બે દર્દીઓ પણ મળી આવ્યા

મંગળવારે રાજ્યમાં કોરોનાના નવા પ્રકાર BA 5ના વધુ બે દર્દીઓ મળી આવ્યા છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પૂણેના રિપોર્ટ અનુસાર આ બંને કેસ મુંબઈને અડીને આવેલા થાણે શહેરમાંથી મળી આવ્યા છે. આ દર્દીઓમાંથી એક 25 વર્ષની મહિલા છે અને બીજો દર્દી 32 વર્ષનો પુરુષ છે. આ બંનેને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ બંને દર્દીઓને રસી આપવામાં આવી હતી. આ પછી પણ તેઓ સંક્રમિત જણાયા હતા.

Next Article