Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત, રવિવારે નવા કેસ 4 હજારને પાર, 1 મોત

|

Jun 19, 2022 | 9:16 PM

દિલ્હી અને મુંબઈમાં દરરોજ સરેરાશ દોઢથી બે હજારની વચ્ચે કોવિડના કેસ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં નિષ્ણાતોએ કોરોનાની (Corona Virus) ચોથી લહેરની આશંકા વ્યક્ત કરી છે.

Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત, રવિવારે નવા કેસ 4 હજારને પાર, 1 મોત
Maharashtra Corona Updates

Follow us on

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર (Maharashtra Corona Updates) યથાવત રહ્યો છે. રવિવારે રાજ્યમાં કોરોનાના નવા કેસનો આંકડો 4 હજારને વટાવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,004 નવા કેસ નોંધાયા છે. આ સિવાય 3,085 દર્દીઓ કોરોના વાઈરસથી (Coronavirus) સાજા પણ થયા છે. રાજ્યમાં છેલ્લા એક દિવસમાં 1 દર્દીનું મોત થયું છે. હાલમાં રાજ્યમાં મૃત્યુ દર 1.86 ટકા છે અને કોરોના રિકવરી રેટ 97.84 ટકા છે. જૂનના પ્રથમ સપ્તાહથી રાજ્યમાં કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. મુંબઈમાં કોરોના (Mumbai covid cases)ના સૌથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. આ સમાચાર મુંબઈકરોનું ટેન્શન વધારનારા છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 77, 64, 117 લોકો કોરોનાથી સાજા થયા છે. હાલમાં રાજ્યમાં 23,746 સક્રિય કોરોના દર્દીઓ છે. કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા પણ મુંબઈમાં જ સૌથી વધુ છે. મુંબઈ પછી થાણેમાં સૌથી વધુ સક્રિય કોરોના દર્દીઓ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

દિલ્હીમાં પણ કોરોનાના 1,530 નવા કેસ, પોઝીટીવિટી રેટ 8.41 ટકા

મહારાષ્ટ્ર ઉપરાંત દિલ્હીમાં પણ રવિવારે કોરોનાના 1,530 નવા કેસ સામે આવ્યા છે. હાલમાં દિલ્હીમાં કોરોનાના 5,542 સક્રિય દર્દીઓ છે. હાલમાં દિલ્હીમાં કોરોના પોઝિટિવ રેટ 8.41 ટકા છે.

દિલ્હીમાં પણ 1,530 નવા કેસ

મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કોરોનાએ દેશની ચિંતા વધારી

છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાની ઝડપ ખૂબ જ ઝડપથી વધી રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કોરોનાના નવા કેસો દરરોજ ખૂબ જ ઝડપથી વધવા લાગ્યા છે. દિલ્હી અને મુંબઈમાં દરરોજ સરેરાશ દોઢથી બે હજારની વચ્ચે કોવિડના કેસ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં નિષ્ણાતોએ કોરોનાની ચોથી લહેરની આશંકા વ્યક્ત કરી છે. છેલ્લા એક દિવસમાં દેશમાં 12,899 નવા કેસ નોંધાયા છે. આ સિવાય કોરોનાથી 15 લોકોના મોત પણ થયા છે. તેના એક દિવસ પહેલા 13,216 નવા કેસ નોંધાયા હતા અને 1 દર્દીનું મોત થયું હતું. એક દિવસમાં કેસમાં ઘટાડો થયો પરંતુ મૃત્યુઆંક વધ્યો. આવી સ્થિતિમાં વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા એક દિવસમાં 8,518 દર્દીઓ કોરોનાથી સાજા પણ થયા છે. હાલમાં દેશમાં 72,474 સક્રિય કોરોના દર્દીઓ છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કેન્દ્ર પાસે બૂસ્ટર ડોઝ મફતમાં આપવાની માંગ કરી છે. તેમણે પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે કોરોનાની ઝડપને રોકવાનો સૌથી સાચો અને સચોટ રસ્તો રસીકરણ જ છે.

Next Article