Maharashtra: કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેની માંગ, ફોન ટેપિંગ મામલે પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ભૂમિકાની તપાસ કરવામાં આવે

|

Feb 28, 2022 | 10:48 AM

નાના પટોલેએ કહ્યું કે તત્કાલીન મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જેમની પાસે તે સમયે ગૃહવિભાગ પણ હતો, તેમની ભૂમિકાની પણ તપાસ ફોન ટેપિંગ મામલે કરવામાં આવવી જોઈએ.

Maharashtra: કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેની માંગ, ફોન ટેપિંગ મામલે પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ભૂમિકાની તપાસ કરવામાં આવે
Devendra Fadanavis (File Image)

Follow us on

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ (Nana Patole) રવિવારે કહ્યું કે નેતાઓના કથિત ફોન ટેપિંગના આરોપોની તપાસ દરમિયાન રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ, તે સમયે તેમની પાસે ગૃહવિભાગ પણ હતો. પટોલેએ આ માંગ પૂણેના પૂર્વ પોલીસ કમિશનર રશ્મિ શુક્લા વિરુદ્ધ FIR નોંધાયા બાદ કરી છે. તેમને કહ્યું કે સરકારના વરિષ્ઠ લોકોના આર્શીવાદ વગર આ પ્રકારની ગેરકાયદેસર ગતિવિધિ અસંભવ છે. પટોલેએ ભારતીય પોલીસ સેવાના અધિકારી અને પૂણેના પૂર્વ પોલીસ કમિશનર રશ્મિ શુક્લાની વિરૂદ્ધ ફોન ટેપિંગના મામલે એફઆઈઆર નોંધાયા બાદ આ પ્રતિક્રિયા સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે વર્તમાન વિધાનસભામાં વિપક્ષના નેતા ફડણવીસ પહેલાથી જ આ આરોપોને નકારી ચૂક્યા છે. તેમને જાન્યુઆરી 2020માં કહ્યું હતું ‘ફોન ટેપિંગ મહારાષ્ટ્રની સંસ્કૃતિ નથી.’ મારી સરકારે આવો કોઈ જ આદેશ આપ્યો નહતો. પટોલેએ કહ્યું ફોન ટેપિંગના મામલે વરિષ્ઠ પોલીસ અધિકારીની વિરૂદ્ધ એફઆઈઆર નોંધાઈ છે, પરંતુ આ બાબતના મૂળ સુધી પહોંચવું જરૂરી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર કોઈનો ફોન ટેપ કરવા માટે ગૃહ સચિવની પરવાનગી ફરજિયાત છે. સરકારના વરિષ્ઠ સભ્યોના આર્શીવાદ વગર રશ્મિ શુક્લાની હિંમત નથી કે તે ફોન ટેપિંગની ગતિવિધિમાં સામેલ થાય.

તેમને કહ્યું કે તત્કાલીન મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જેમની પાસે તે સમયે ગૃહવિભાગ પણ હતો, તેમની ભૂમિકાની પણ તપાસ ફોન ટેપિંગ મામલે કરવામાં આવવી જોઈએ. પટોલેએ આરોપ લગાવ્યો કે પૂર્વ ગૃહપ્રધાન ફોન ટેપિંગ મામલે સામેલ હતા. તેમણે દાવો કર્યો હતો કે વર્ષ 2017થી 18 દરમિયાન જ્યારે મહારાષ્ટ્ર ફડણવીસની દેખરેખ હેઠળ સત્તામાં હતું, ત્યારે ઘણા મંત્રીઓ અને નેતાઓના, વરિષ્ઠ IAS અને IPS અધિકારીઓના ફોન ગેરકાયદેસર રીતે ટેપ કરવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

અમને નકલી ડ્રગ્સ તસ્કર બતાવવામાં આવ્યા

પટોલેએ દાવો કર્યો હતો કે “અમે ડ્રગ ડીલિંગમાં સામેલ છીએ તેવુ બતાવવામાં આવ્યું હતું અને અમારા ફોન ટેપ કરવામાં આવ્યા હતા. અમને નકલી મુસ્લિમની ઓળખ આપવામાં આવી હતી. મારું નામ ‘અમજદ ખાન’ અને બચ્ચુ કડુ (વર્તમાન રાજ્યની મહા વિકાસ આઘાડી સરકારમાં મંત્રી)નું નામ ‘નિઝામુદ્દીન બાબુ શેખ’ રાખવામાં આવ્યું. મેં વિધાનસભામાં ફોન ટેપીંગનો મુદ્દો પણ ઉઠાવ્યો છે અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી કરી છે.

પટોલેએ કહ્યું “રાજ્યના ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલે માહિતી આપી છે કે તપાસમાં રશ્મિ શુક્લા દોષી સાબિત થઈ છે અને તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે.” તેમણે દાવો કર્યો કે સામાન્ય રીતે આતંકવાદ અને ડ્રગ્સની હેરાફેરી જેવા ગંભીર કેસોમાં ફોન ટેપિંગ કરવામાં આવે છે. “પરંતુ આ ગુનાઓ સાથે કોઈ સંબંધ ન હોવા છતાં અમારા ફોન ટેપ કરવામાં આવ્યા હતા.”

આ સવાલોના ના મળ્યા જવાબ

નાના પટોલેએ કહ્યું કે હજુ ઘણા પ્રશ્નો છે જેના જવાબ મળ્યા નથી. તેમણે કહ્યું, “જો કે રશ્મિ શુક્લા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, પરંતુ ઘણા પ્રશ્નો છે જેનો જવાબ હજુ સુધી મળ્યો નથી, જેમ કે તેણે ફોન ટેપ કરીને રેકોર્ડિંગ કોને આપ્યું, ફોન ટેપ કરવાનો હેતુ શું હતો, કોણે શુક્લાને ફોન ટેપીંગ કરવાની પરવાનગી આપી? પટોલેએ માંગણી કરી કે રાજ્ય સરકારે ફોન ટેપીંગ કેસની તપાસ ઝડપી કરવી જોઈએ અને અસલી “માસ્ટર માઈન્ડ” શોધીને તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

આ પણ વાંચો: Maharashtra: શિવસેનાના નેતા યશવંત જાધવના મુંબઈ સ્થિત ઘરે સતત ત્રીજા દિવસે પણ ઈન્કમ ટેક્સના દરોડા, જાણો કાર્યવાહીમાં શું હાથ લાગ્યું ?

આ પણ વાંચો: Maharashtra : ‘પુતિનનું બગડ્યુ છે બ્રેઈન, તેથી પરેશાન છે યુક્રેન’, કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની રશિયા-યુક્રેન સંકટ પર અલગ વ્યાખ્યા

Next Article