AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્ર્રનું રાજકરણ ગરમાયું, વધતી મોંઘવારી અને ઈંધણના ભાવને લઈને ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકાર પર સાધ્યું નિશાન

સીએમ ઠાકરેએ કહ્યું, પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ગરીબોને રાશન આપ્યું. રાશન આપ્યું, પણ તે બનાવીને ખાવું કે કાચું ખાવું? ગેસના ભાવ આજે આસમાને છે. પહેલો સિલિન્ડર તો મળ્યો પરંતુ બીજા સિલિન્ડર માટે કેટલા પાપડ વણવા પડ્યા આ કોઈએ આવીને પુછ્યુ?

મહારાષ્ટ્ર્રનું રાજકરણ ગરમાયું, વધતી મોંઘવારી અને ઈંધણના ભાવને લઈને ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકાર પર સાધ્યું નિશાન
PM Narendra Modi & CM Uddhav Thackeray
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 10:26 PM
Share

મહારાષ્ટ્રના કોલ્હાપુર ઉત્તર વિધાનસભા ક્ષેત્રની (Maharashtra Kolhapur North Assembly By Poll) પેટાચૂંટણી માટે તમામ પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. રવિવારે, ભાજપ તરફથી  દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadmavis BJP) ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કર્યો, જ્યારે સીએમ ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કર્યો. આ પ્રચાર સભાને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ માત્ર મહારાષ્ટ્રના બીજેપીના નેતૃત્વ પર જ નહીં પરંતુ પેટ્રોલ-ડીઝલ અને ગેસની વધતી કિંમતોને કારણે કેન્દ્રની મોદી સરકાર (PM Narendra Modi) પર પણ આકરા પ્રહારો કર્યા હતા.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે રાજ્ય સરકારને પેટ્રોલ પર પ્રતિ લિટર 52 રૂપિયા ટેક્સ મળે છે. જો રાજ્ય સરકાર ટેક્સમાં પોતાનો હિસ્સો ઘટાડશે તો ઈંધણ સસ્તું થશે. જણાવી દઈએ કે વિધાનસભાના બજેટ સત્રમાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી અજિત પવારે વેટમાં ઘટાડો કરીને CNG અને PNG ગેસ સસ્તો કર્યો હતો.
પરંતુ 5 એપ્રિલની મધરાતથી મહાનગર ગેસ લિમિટેડે સીએનજીના ભાવમાં સાત રૂપિયા અને પીએનજીના ભાવમાં પાંચ રૂપિયાનો વધારો કર્યો હતો. જેના કારણે મહારાષ્ટ્ર સરકાર દ્વારા જનતાને જે સુવિધા આપવામાં આવી હતી અને સીએનજી અને પીએનજી સસ્તું મળતું હતું તેનો કોઈ ખાસ ફાયદો લાંબો સમય ટકી શક્યો ન હતો. એટલે કે સરકારની તિજોરી પણ ખાલી થઈ અને જનતાને કોઈ લાભ પણ ન મળ્યો.

g clip-path="url(#clip0_868_265)">