મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) રવિવારે ભાજપ (BJP) પર નિશાન સાધ્યું અને પૂછ્યું કે જો ભગવાન રામનો જન્મ ન થયો હોય તો ભાજપ કયો મુદ્દો ઉઠાવત…. ? તમને જણાવી દઈએ કે, ઠાકરેએ રવિવારે એક કાર્યક્રમમાં કહ્યું કે આજે રામ નવમી છે. મને આશ્ચર્ય થાય છે કે જો ભગવાન રામનો જન્મ ન થયો હોત તો ભાજપે રાજકારણમાં કયો મુદ્દો ઉઠાવ્યો હોત. કારણ કે તેમની પાસે કોઈ મુદ્દો બચ્યો નથી. તેથી જ તેઓ સાંપ્રદાયિક મુદ્દાઓને રાજકારણમાં (Politics) સૌથી આગળ રાખે છે. ઠાકરેએ વધુમાં કહ્યું કે ભાજપ પાસે હિન્દુત્વની (Hindutva) પેટન્ટ નથી. ભાજપના નેતાઓ કહે છે કે શિવસેનાએ હિન્દુત્વ છોડી દીધું છે. આ સાચું નથી, અમે ભાજપ છોડી દીધું છે. ભાજપે નકલી હિંદુ હ્રદય સમ્રાટ બનવાનો પ્રયાસ કર્યો પરંતુ લોકોએ તેને સાથ આપ્યો નહીં.
આ સાથે સીએમ ઠાકરેએ વર્ષ 2019 માં વિધાનસભા ચૂંટણી દરમિયાન કોલ્હાપુર સીટ પર શિવસેનાના ઉમેદવારની હાર માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું હતું.તમને જણાવી દઈએ કે તે સમયે બંને પક્ષોનું ગઠબંધન હતું. કોલ્હાપુર ઉત્તર બેઠક પર 12 એપ્રિલે યોજાનારી પેટાચૂંટણીમાં મહા વિકાસ આઘાડી (MVA)ના ઉમેદવાર જયશ્રી જાધવના પ્રચારમાં ભાગ લેનાર ઠાકરેએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે શું તે ભાજપ આ બેઠક પર કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે,ગુપ્ત ગઠબંધન..
શિવસેના MVA નો ઘટક છે જ્યારે અન્ય ભાગીદારો કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) છે. ઠાકરેએ વધુમાં કહ્યું કે વર્ષ 2019 માં, વર્ષ 2014 (કોલ્હાપુર ઉત્તર બેઠક પર) ની તુલનામાં કોંગ્રેસના મતો વધ્યા, જેના પરિણામે ભાજપ સાથે ગઠબંધન હોવા છતાં શિવસેનાના ઉમેદવારની હાર થઈ. તેમણે સવાલ કર્યો હતો કે 2019માં ભાજપના વોટ ક્યાં ગયા ? શું તમે તે સમયે કોંગ્રેસ સાથે ગુપ્ત ગઠબંધન કર્યું હતું ?
ઠાકરેએ જણાવ્યું હતું કે શિવસેના આગામી પેટાચૂંટણીમાં કોંગ્રેસને ટેકો આપશે કારણ કે તેમની પાર્ટી પ્રતિબદ્ધતાનું સન્માન કરે છે અને તે પાછળથી વાર કરવામાં માનતુ નથી. ઉપરાંત ભાજપ પર વળતો પ્રહાર કરતા, ઠાકરેએ કહ્યું કે કોઈને આશ્ચર્ય થાય છે કે શિવસેનાના સમર્થનને કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં પાપ કહેવામાં આવે છે,તો જમ્મુ અને કાશ્મીરમાં પીડીપી નેતા મહેબૂબા મુફ્તી સાથે ભાજપનું ગઠબંધન શું હતુ ?
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો : શા માટે અન્ના હજારે છે ટેન્શનમાં, કેમ કોઈ બીજુ અન્ના હજારેના ગામમા કરી રહ્યું છે અનશન, જાણો સમગ્ર મામલો