Saki Naka Rape Case : મહિલાઓની સુરક્ષાને લઈને સરકાર કડક, CM ઉદ્ધવ ઠાકરેએ પોલીસ અધિકારીઓને આપ્યા નિર્દશ

|

Sep 12, 2021 | 9:09 AM

સાકીનાકા બળાત્કાર (Saki Naka Rape) જેવી ઘટના ફરી ન બને તે ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ પોલીસ અધિકારીઓને કેટલીક મહત્વની સૂચનાઓ આપી. તેમણે સ્પષ્ટ કર્યું હતુ કે, પોલીસને Mumbai Police) ખૂબ જ સાવચેત રહેવું પડશે જેથી સલામત શહેર તરીકે મુંબઈની છબી કોઈ પણ રીતે ખરાબ ન થાય.

Saki Naka Rape Case : મહિલાઓની સુરક્ષાને લઈને સરકાર કડક, CM ઉદ્ધવ ઠાકરેએ પોલીસ અધિકારીઓને આપ્યા નિર્દશ
CM Uddhav Thackeray (File Photo)

Follow us on

Saki Naka Rape Case : મુંબઈના સાકીનાકામાં બળાત્કારની ઘટના બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે સાંજે મુંબઈ પોલીસ અધિકારીઓની (Police Officer)મહત્વની બેઠક બોલાવી હતી. ફરીથી આવી કોઈ ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ પોલીસને કેટલીક મહત્વની સૂચનાઓ આપી. તેમણે સ્પષ્ટ કર્યું કે પોલીસને ખૂબ જ સાવચેત રહેવું પડશે જેથી સલામત શહેર (Safe City)તરીકે મુંબઈની છબી કોઈ પણ રીતે ખરાબ ન થાય.

ફાસ્ટ ટ્રેકમાં કેસ, એક મહિનામાં ચાર્જશીટ દાખલ કરવા સૂચના

મુખ્યમંત્રીએ સાકીનાકામાં 34 વર્ષીય મહિલા પર થયેલા બળાત્કારના કેસમાં પોલીસને એક મહિનાની અંદર તપાસ પૂર્ણ કરવા અને ચાર્જશીટ (Charge sheet)દાખલ કરવા જણાવ્યું છે. ઉપરાંત મહત્ત્વની સૂચના આપી હતી કે આ મામલામાં વિશેષ સરકારી વકીલની નિમણૂક કરીને મામલો ફાસ્ટ ટ્રેકમાં ચલાવવાની વ્યવસ્થા કરવા નિર્દશ કર્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પોલીસ પેટ્રોલિંગ વધારવા સુચના

મુખ્યમંત્રી દ્વારા પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે જ્યાં મહિલાઓની પ્રવૃતિઓ છે ત્યાં પોલીસ પેટ્રોલિંગ વધારવું જોઈએ. વધુમાં જણાવ્યુ હતુ કે, જ્યાં મહિલાઓ પર હુમલો થવાની શક્યતા હોય ત્યાં સુરક્ષા માટે પોલીસ દળની તૈનાતી વધારવી. ઉપરાંત જણાવ્યુ હતુ કે, દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા અધિકારીઓનો (Women police officer)સમાવેશ થવો જોઈએ અને નિર્ભયા ટીમ પણ તૈયાર થવી જોઈએ.

મહિલાઓને પુરતી સુરક્ષા આપવા નિર્દશ

મુખ્યમંત્રીએ પોલીસ અધિકારીઓને સૂચના આપતા જણાવ્યુ હતુ કે, જો કોઈ નિરાધાર અને એકલી મહિલા રસ્તાઓ પર જોવા મળે તો તરત જ તેને સલામત સ્થળે લઈ જાઓ. આ માટે સ્વૈચ્છિક સંસ્થાઓની (NGO)પણ મદદ લેવી જોઈએ. ઉપરાંત મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા કે જે વ્યક્તિઓ પર જાતીય શોષણ અથવા મહિલાઓ સાથે અત્યાચાર માટે કેસ નોંધાયા છે તેવા લોકો પર સતત દેખરેખ રાખવા જણાવ્યુ છે.

શહેરમાં વધુમાં વધુ સીસીટીવી કેમેરા લગાવવા સુચના 

સીએમ ઉદ્ધવ ઠાકરેએ(CM Uddhav Thackeray) કહ્યુ કે, ગુના અટકાવવા અને ગુનેગારોને શોધવા માટે સીસીટીવી ફૂટેજ ખૂબ અસરકારક છે. આવી સ્થિતિમાં મહત્ત્વના સ્થળોએ વધુમાં વધુ સીસીટીવી કેમેરા લગાવવા જોઇએ. મુખ્યપ્રધાને શહેરમાં વધુ કોઈ રેપની ઘટના ન બને તે માટે પોલીસને મહિલાઓની સુરક્ષા વધારવા નિર્દશ કર્યા છે.

 

 

આ પણ વાંચો: શું મહારાષ્ટ્રના રાજ્યપાલ ફરી ઉતરાખંડની રાજનીતિમાં સક્રિય થશે? પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે યાદ અપાવ્યો નિયમ

આ પણ વાંચો:  શું દિલ્હીની નિર્ભયાની યાદ અપાવે છે મુંબઈની સાકીનાકા બળાત્કારની ઘટના? ક્યા પહોંચી તપાસ? મુંબઈ પોલીસ કમિશ્નરે જણાવી વિગત

Next Article