Maharashtra: ચંદ્રપુરમાં ટ્રક અને પેટ્રોલ ટેન્કરની ભીષણ ટક્કર, અકસ્માતમાં 9 લોકોના કરૂણ મોત

|

May 20, 2022 | 3:21 PM

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ચંદ્રપુર-મૂલ રોડ પર બે ટ્રક અથડાયા (Trucks Collide in Chandrapur). આ અકસ્માતમાં મજૂરો સહિત 9 લોકોના મોત થયા.

Maharashtra: ચંદ્રપુરમાં ટ્રક અને પેટ્રોલ ટેન્કરની ભીષણ ટક્કર, અકસ્માતમાં 9 લોકોના કરૂણ મોત
Maharashtra Accident News (Symbolic Image)

Follow us on

મહારાષ્ટ્રના (Maharashtra) ચંદ્રપુરમાં શુક્રવારે (20 મે 2022) એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અહીં ચંદ્રપુર-મૂલ રોડ પર બે ટ્રક સામસામે અથડાઈ હતી. અથડામણ એટલી ગંભીર હતી કે બંને ટ્રકોમાં આગ લાગી હતી (Chandrapur Road Accident) અને અકસ્માતમાં ડ્રાઇવર અને મજૂરો સહિત કુલ 9 લોકોના મોત થયા હતા (Trucks Collide in Chandrapur). આ ભયાનક અકસ્માત બાદ ચંદ્રપુર શહેર તરફ જતો રસ્તો કેટલાક કલાકો સુધી બંધ રહ્યો હતો. હાઇવેની બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.

ચંદ્રપુર સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર સુધીર નંદનવરે જણાવ્યું હતું કે, ચંદ્રપુર શહેર નજીક અજયપુર પાસે ડીઝલ ભરેલ એક ટેન્કર લાકડાનું વહન કરતી ટ્રક સાથે અથડાયું હતું. અકસ્માતને કારણે આગ લાગી હતી, જેમાં નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે અકસ્માતના એક કલાક પછી ફાયર બ્રિગેડના જવાનો અજયપુર પહોંચ્યા હતા અને થોડા કલાકો પછી આગને કાબૂમાં લેવામાં આવી હતી. નંદનવરે જણાવ્યું કે પીડિતોના મૃતદેહને બાદમાં ચંદ્રપુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

ધારાસભ્યની કાર બસ સાથે અથડાઈ

ત્રણ દિવસ પહેલા મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં પુણે-મુંબઈ એક્સપ્રેસ વે પર એનસીપીના ધારાસભ્યની કાર બસ સાથે અથડાઈ હતી. જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. રસાયણી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે ભટાન ટનલ પાસે આ અકસ્માત ત્યારે થયો જ્યારે બંને વાહનો પૂણેથી મુંબઈ જઈ રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

NCP ધારાસભ્ય સંગ્રામ જગતાપ (36) ડ્રાઈવર અને અન્ય બે સાથે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કાર બસના પાછળના ભાગમાં અથડાઈ હતી, એમ તેમણે જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો હતો, પરંતુ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી. તેમણે કહ્યું કે બસ ડ્રાઈવરે રસ્તા પર ચાલી રહેલું કામ જોયું ન હતું અને અચાનક લેન બદલી નાખી, જેના કારણે પાછળથી આવતી કાર અથડાઈ.

ટ્રક અને કાર અથડામણમાં સાતના મોત

પોલીસ અધિક્ષક (રાયગઢ) અશોક દુધેએ જણાવ્યું હતું કે આ સંબંધમાં કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી કારણ કે કોઈએ પોલીસનો સંપર્ક કર્યો નથી. લગભગ એક અઠવાડિયા પહેલા, બિડ જિલ્લામાં એક ટ્રકે એક SUVને ટક્કર મારી હતી, જેમાં પાંચ મહિલાઓ સહિત સાત લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં અન્ય 10 લોકો ઘાયલ થયા હતા.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે લાતુર-અંબોજોગાઈ હાઈવે પર અંબાજોગાઈ શહેર નજીક નંદગાંવ ફાટા પર સવારે 10 વાગ્યે આ અકસ્માત થયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ લોકો, લાતુર જિલ્લાના સાઈ અને આરવી ગામોના રહેવાસીઓ, એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે બીડના અંબજોગાઈ તાલુકામાં જઈ રહ્યા હતા ત્યારે નંદગોપાલ ડેરી પાસે તેમની ક્રુઝર જીપને ટ્રકે ટક્કર મારી હતી.

Next Article